કોરોના કોઈનો સગો નથી, વારેઘડીયે ભાજપના નેતાઓ કેમ ભૂલી જાય છે ભાન ?

ગોંડલમાં બેજવાબદાર બન્યા નગરપતિઓ, ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવ્યા

 નગરપાલિકાના પ્રમુખ પદે વરણીના ઉત્સાહમાં ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા

 કોર્પોરેટના સ્વાગતમાં સમર્થકોએ નોટો ઉછાળી 

ગોંડલ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે ત્યારે વરણીના ઉત્સાહમાં નેતાઓ ભાન ભૂલ્યા હતા. નેતાઓએ સામાજીક અંતરના ધજાગરા ઉડાવ્યા હતા. ઉજવણીમાં લોકોએ બેફામ રૂપિયા ઉડાવ્યા હતા.

ગુજરાતમાં ફરી કોરોનાની લહેર શરૂ થઇ ગઇ છે. તેમ છતાં જવાબદાર લોકો નિયમોના ધજાગરા ઉડાવતાં જોવા મળી રહ્યા છે. ગોંડલ શહેરની નગરપાલિકામાં આજે પ્રમુખ અને કોર્પોરેટરોની વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્પોરેટના સ્વાગતમાં સમર્થકોએ નોટો ઉછાળી હતી. આ દરમિયાન ઘણા કોર્પોરેટ તથા તેમના સમર્થકો માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા હતા. 

ગોંડલ નગર પાલિકાની નવા પ્રમુખ શીતબેન કોટડિયાએ કોર્પોરેટરો સાથે આજે પદગ્રહણ કર્યું હતું. આ અવસર પર સમર્થકોની ભારે ભીડ જામી હતી. પદગ્રહણ બાદ સમર્થકોએ ફૂલહાર વડે શીતલબેન અને કોર્પોરેટરોનું સ્વાગત કર્યું હતું. શીતલબેનના સસરાએ 200 200 રૂપિયાની નોટો ઉછાળી હતી.

ગોંડલ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

પ્રમુખ તરીકે શિતલબેન કોટડીયાની વરણી થઈ છે જ્યારે ઉપપ્રમુખ પદે સંજીવ ધીણોજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. કારોબારી અધ્યક્ષ તરીકે ભરતસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. સાશક પક્ષનાં નેતા તરીકે કૌશિકભાઈ પડારીયાની વરણી અને દંડક તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરાઇ છે.

પ્રમુખ પદે શીતલબેન કોટડીયાની વરણી થતા તેમના સસરાએ પ્રમુખ પદની ખુશીમાં માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર ઢોલી પર 200-200ની નોટના બંડલ ખુલ્લેઆમ ઉડાડી પદ મળ્યાની ઉજવણી કરી હતી. આ ઉપરાંત ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે ઢોલના તાલે જુમી, ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

 29 ,  1