’12 રૂપિયાનો માવો 5 રૂપિયામાં મળશે…’ ધારાસભ્ય લલિત વસોયાના નામે વાયરલ થયો આ મેસેજ

મારા હિત વિરોધી લોકોએ ખોટી એફિડેવિટ વાયરલ કરી છે: વસોયા

સૌરાષ્ટ્રમાં હમણાં એક સોગંદનામાનો મુદ્દો ચર્ચામાં છે. આ સોગંદનામું ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના નામે ફરતું થયું છે. આ સોગંદનામા દ્વારા દાવો કરાયો છે કે, લલિત વસોયાએ લોકોને વચન આપેલું કે, પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાશે તો 135નો રૂપિયા 12માં મળતા માવાનો ભાવ સરકાર પાસે 5 રૂપિયા કરાવીને પછી જ બીજું કામ કરીશ.

આ સોગંદનામા અંગે લલિત વસોયાએ નિવેદન આપ્યું છે કે, મારા નામે આ ફેક સોગંદનામુ ફરતુ થયું છે. મેં સોગંદનામું કર્યું હતું કે, ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો જે પગાર મળે છે તે તમામ રકમ ગરીબ પરિવારોની આરોગ્ય સુવિધા માટે વાપરીશ.

વિધાનસભા ચૂંટણી પહેરા જ આક્ષેપોપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો હતો. ત્યારે ગુજરાતીઓના ફેવરિટ માવા-મસાલા પર રાજનીતિની રમત રમાઈ રહી છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના નામે એક સોગંધનામુ વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખાયુ છે કે, જે તેઓ જીતશે તો 12 રૂપિયાના માવાની કિંમત 5 રૂપિયા કરી દેશે. ત્યારે લલિત વસોયાના નામે વાયરલ થયેલા ફેક એફિડેવિટ વિશે સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જાગી છે. 

લલિત વસોયાએ કહ્યું કે, મારા સારા કામની કદર કરવાની બદલે સોગંદનામામાં ફેરફાર કરાયા છે અને 5 રૂપિયામાં માવો મળશે એવું ખોટું સોગંદનામું ફરતું કરીને મને બદનામ કરવાનો પ્રયત્ન કરાયો છે. જો કે મારા વિસ્તારના લોકો બધુ જાણે છે. હું મારો પગાર લોકો માટે વાપરું છું અને ગાંધીનગરમાં લોકોને રહેવાની સુવિધા પૂરી પાડુ છું. આ પ્રકારનું ખોટું સોગંગનામ કરીને ટીખળખોર ટોળકીએ પોતાની માનસિકતા છતાી કરી હોય તેમ લાગે છે. હું ચૂંટાયો તેથી ધોરાજી ભાજપ દાઝી ગયેલુ છે તેથી આવી હરકતો કરે છે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી