જામનગર : ગુરુના નામે કલંક, આધેડ શિક્ષકે વિદ્યાર્થિની સાથે કરી ગંદી હરકત

જામનગરમાં વધુ એક શર્મનાક ધટના, શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા

જામનગરમાં હવે મહિલાઓ તેમજ બાળકીઓ સલામત નથી તેમ લાગી રહ્યું છે, છેલ્લા એક મહિનામાં એક પછી એક દુષ્કર્મ, છેડતી તેમજ ગેંગરેપ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. હમણાં બે દિવસ પહેલા કાલાવાડમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યારે કાલાવડમાં વધુ એક શર્મજનક ઘટના સામે આવી છે. શિક્ષણ જગતને શર્મશાર કરતી આ ઘટનામાં એક આધેડ આચાર્યએ શાળામાં ઓનલાઇન શિક્ષણની સમજૂતીના નામે વિદ્યાર્થિનીને બોલાવી, અડપલાં કર્યા હતા. આ મામલે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં આધેડ સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવાડના નાનાપાંચદેવડામાં શિક્ષકે બાળકી સાથે ગંદી હકકત કરી હતી. 10 વર્ષની વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ફરિયાદ મુજબ, આરોપી શિક્ષક વિદ્યાર્થિનીને શાળામાં ઓનલાઇન શિક્ષણની સમજૂતી આપવાના બહાને બોલાવી હતી. આ દરમિયાન નરાધમે બાળકી પર દાનત બગાડી હતી અને સગીરા સાથે અડપલા કર્યા હતા.

આ ઘટના બાદ ડઘાઇ ગયેલી સગીરાએ ઘરે આવી પોતાના માતા પિતાને શિક્ષકની ગંદી હરકત અંગે જણાવતા પીડિતાના પરિવારજનોએ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. અને હવસખોર શિક્ષક સામે ફરિયાદ દાખલ કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરવા માંગ કરી હતી. આ મામલે ફરિયાદ બાદ પોલીસ તપાસ હાથ ધરી છે. ઘટનાની તપાસ કાલાવાડ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર હિરલ પટેલ ચલાવી રહ્યા છે.

14 વર્ષની સગીરાના મોઢે ડૂચો દઈ કર્યો ગેંગરેપ કર્યો

કાલાવડ તાલુકાના પીપર ગામે 14 વર્ષની સગીરા પર મધ્યપ્રદેશની ગંજી ગેંગના ચાર શખ્સોએ દારૂના નશામાં મોઢે ડૂચો દઈ ગેંગરેપ કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી લીધી છે. જેમાં એક આરોપી સગીર વયનો છે.

ગત 20 ઓક્ટોબરના રોજ સગીરા રાત્રે વાડીમાં એકલી સુતી હતી ત્યારે ગંજી ગેંગના ચાર શખ્સો દારૂના નશામાં આવી ચડ્યા હતા. બાદમાં સગીરાના મોઢે ડૂચો દઈ એક પછી એક એમ ચારેય શખ્સોએ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં ચારેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં સગીરાએ આ અંગે માતા-પિતાને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગેંગરેપ આચરનાર ચાર આરોપીમાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ચોખલી ગામનો વતની દિનેશ કેરમસિંગ કટારીયા, પનેરી ગામના હી-મેન ચેતનસિંગ બગેલ આદિવાસી અને જોબટ તાલુકાના બળીજીરા ગામનો વતની સુનિલ ગુલાબસિંગ અજનારનો સમાવેશ થાય છે. જ્યારે એક સગીર વયનો આરોપી છે.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર