September 23, 2021
September 23, 2021

ધરતી પર નજર રાખનાર ઉપગ્રહ EOS-3નું મિશન ફેલ, જાણો શું આવી સમસ્યા

ISROના ચેરમેન કે સિવને કહ્યું કે મિશન પૂર્ણ થઈ શક્યું નથી

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-03)નું લોન્ચિંગ નિષ્ફળ રહ્યું છે. આ ઉપગ્રહ આજે સવારે 5.43 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી, પરંતુ નિર્ધારિત સમયની થોડીક સેકંડ પહેલા ત્રીજા તબક્કામાં (ક્રાયોજેનિક એન્જિન) ખામીને કારણે તે ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યો ન હતો. ટેકનિકલ મુશ્કેલીઓને કારણે, મિશન કંટ્રોલ સેન્ટરે સંકેતો અને ડેટા પ્રાપ્ત કરવાનું બંધ કરી દીધું. આ પછી, ઇસરોના ચેરમેન કે સિવને કહ્યું કે મિશન પૂર્ણ થઈ શક્યું નથી.

ઈસરોના ચેરમેન કે સિવને જાણકારી આપતા કહ્યુ કે, ક્રાયોજેનિક સ્ટેજમાં આવેલી તકનીકી વિસંગતતાને કારણે જીએસએલવી-એફ10/ઈઓએસ-03નું મિશન પૂરુ થઈ શક્યું નહીં.

આ ઉપગ્રહને ‘આઈ ઇન ધ સ્કાય’ એટલે કે આકાશની આંખ કહેવામાં આવતું હતું. આ પ્રક્ષેપણથી ઇસરોની પ્રવૃત્તિઓને પણ વેગ મળશે તેવી અપેક્ષા હતી, જે કોરોના મહામારીને કારણે અટકી ગઈ હતી. EOD-03નું લોન્ચિંગ પણ અગાઉ 3 વખત ટેક્નિકલ કારણો અને કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે તેની નિષ્ફળતા પછી, ઇસરો ટૂંક સમયમાં નવી લોન્ચ તારીખ જાહેર કરશે.

 18 ,  1