ખેડૂતોના આંદોલન સામે આખરે મોદી સરકાર ઝૂકી

મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી, તમામ ખેડૂતોની માફી માંગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આજે 9 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું જેમાં મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હી સહિતના રાજ્યોમાં ખેડૂતો કેન્દ્ર સરકારીના કૃષિ કાયદા પરત લેવા આંદોલન કરી રહ્યા હતા ત્યારે આજે મોદી સરકાર ખેડૂતો સામે ઝૂકી ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમે ખૂબ મહેનત કરી કૃષિ કાયદા વિશે સમજાવવાની પરંતુ કેટલાક ખેડૂતો ન માન્યા અને આજે જાહેરાત કરું છું, કે અમારી સરકાર આ 3 કૃષિ કાયદા પરત ખેંચશે. સાથે જ આંદોલનકારી ખેડૂતોને પણ અપીલ કરું છું તેઓ પોતાના વતન તરફ પાછા ફરે

કૃષિ કાયદા સંસદના શિયાળુ સત્રમાં લેવાશે પરત

આજે ગુરુ નાનક દેવ જીના પ્રકાશનો પવિત્ર તહેવાર છે. આજે હું તમને જણાવવા આવ્યો છું કે અમે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. હું આંદોલનકારી ખેડૂતોને ઘરે પાછા ફરવાની અપીલ કરું છું.આ મહિનાના અંતમાં શરૂ થતા સંસદના સત્ર દરમિયાન તેને સંસદ દ્વારા પાછી ખેંચી લેવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.

જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે.

ખેડૂતોનું કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા છે
વડાપ્રધાને કહ્યું- મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતોમાંથી 80 નાના ખેડૂતો છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો જમીનનો ટુકડો જ છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી