September 19, 2021
September 19, 2021

ટેલિકોમક્ષેત્ર માટે રાહત પેકેજ જાહેર કરી શકે છે મોદી સરકાર, આજે કેબિનેટની બેઠક

vodafone-Idea જેવી કંપનીઓને મળી શકે છે મોટી રાહત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 15 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. આમાં, ટેલિકોમ સેક્ટર માટે સ્પેક્ટ્રમની બાકી ચૂકવણી પર મોરેટોરિયમ સુવિધા પૂરી પાડવાનું વિચારી શકાય છે. આનાથી વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને મોટી રાહત મળશે. વાસ્તવમાં, વોડાફોન આઈડિયાએ હજારો કરોડ રૂપિયા ચૂકવવાના છે. બેઠકમાં ટેલિકોમ કંપનીઓને સરકારી ઇક્વિટીમાં સ્પેક્ટ્રમની બાકી ચૂકવણી પર વ્યાજને 4 વર્ષ માટે સ્થગિતમાં બદલવાનો વિકલ્પ આપી શકાય છે.

દેવાના ડુંગર તળિયે દબાયેલા ટેલિકોમ સેક્ટર માટે ટુંક સમયમાં સરકાર દ્વારા રાહતના સમાચાર આવી શકે છે. કેબિનેટ બેઠકમાં સરકાર ટેલિકોમ સેક્ટરની ભલામણો માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

જો સરકાર રાહત પેકેજની જાહેરાત કરશે તો ખાસ કરીને વોડાફોન આઈડિયાને વધુ ફાયદો થશે. જણાવી દઇએ, વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ફંડ મેળવવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહ્યા છે. કામકાજ ચાલુ રાખવા માટે પણ તેની પાસ પૂરતા રૂપિયા નથી. તેણે સરકારને એજીઆરની મોટી રકમ ચૂકવવાની છે. 31 ઓગસ્ટ, 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરનું વિલનીકરણ થયું હતું. ત્યારથી આ કંપની સતત ખોટમાં છે. તેના પર 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

 54 ,  1