કૃષિ મંત્રાલયને નવુ સ્વરૂપ આપશે મોદી સરકાર

ખેતી સંબંધિત 3-4 વિભારોને જોડીને એક બનાવવાની કવાયત

કેન્દ્ર સરકાર સામે છેલ્લાં એક મહિના કરતાં વધુ સમયથી કિસાન આંદલન ચાલી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને અને કૃષિ સેકટ્રનું બજેટ વધારવા માટે એનડીએની સરકાર 3-4 ખાતાઓને એક કરીને મોટુ મંત્રાલય બનાવવા માંગે છે. અને તેનાથી ખેતી સેક્ટરનું બજેટ પણ વધશે.

સૂત્રોએ કહ્યું કે કૃષિ મંત્રાલય ઉપરાંત જળશક્તિ વિભાગ, રસાયણ અને ખાતર વિભાગ, મત્સ્યપાલન અન્ પશુપાલન વિભાગ, ખાદ્ય પ્રોસેસિંગ વિભાગ અલગ અલગ મંત્રાલયો છે. પરંતુ એકદંરે તે ખેચી સાથે સંલગ્ન વિભાગ હોવાથી આ તમામ વિભાગોને ખેચી મંત્રાલય સાથે જોડીને ખેતી અને પશુપાલન વિભાગ કે મંત્રાલય એવુ એક જ મંત્રાલય બનાવવાની હિલચાલ ચાલી રહી છે.

સૂત્રો કહે છે કે 3-4 વિભાગો ખેતીવાડી મંત્રાલયની સાથે જોડાઇ જતાં તે બધાનું અલગ અલગ બજેટ હવે એક જ થથસે અને ખેતી તથા પશુપાલન નામક સૂચક મંત્રાલયનું બજેટ મોટુ થઇ જશે અને એક જ વિભાગ હેઠળ ખેતી અને સંલગ્ન બાબતો હાથ ધરાશે.

 42 ,  1