September 19, 2021
September 19, 2021

મોદી સરકાર સરકારી સંપત્તિઓનું વેચાણ કરી 6 લાખ કરોડ ઊભા કરશે

કોંગ્રેસનો મોદી સરકારને ટોણો, એ તો કહેતા હતા મેં દેશ બિકને નહીં દૂંગા..

કેન્દ્ર આગામી ચાર વર્ષમાં એસેટ મોનેટાઇઝેશન દ્વારા છ લાખ કરોડની રકમ એકત્રિત કરવાનું આયોજન ધરાવે છે. સરકાર બજેટ ખાધમાં ઘટાડો કરવા અને નાણાકીય સ્ત્રોતોમાં વધારો કરવા માટે એસેટ મોનેટાઇઝેશન કરવામાં આવનાર છે. બીજી બાજી આ અંગે કોંગ્રેસે પીએમ મોદીને ટોણો મારતા કહ્યું કે તેઓ કહેતા હતા કે હું દેશ વેચવા નહીં દઉ, હવે દેશને સાચી વાતની ખબર પડી ગઈ છે કે કોની પર વિશ્વાસ કરવો.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન (NMP) યોજનાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે, તેમણે જણાવ્યું હતું કે, માત્ર ઓછી વપરાયેલી સંપત્તિનું વિનિવેશ કરવામાં આવશે અને માલિકી સરકારની રહેશે. જ્યારે આ વર્ષે વ્યાપક વિનિમય દરખાસ્તોમાં ભારતીય જીવન વીમા કોર્પોરેશન દ્વારા પ્રારંભિક જાહેર ઓફર તેમજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને એર ઇન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓમાં હિસ્સો વેચવાનો સમાવેશ થાય છે, ત્યારે સીતારમણ સોમવારે માત્ર માળખાકીય સંપત્તિના મુદ્રીકરણ માટે યોજના જાહેર કરે તેવી અપેક્ષા છે.

અગાઉ, નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે 2025 સુધીમાં રાષ્ટ્રીય માળખાકીય યોજનાના 14 ટકા એટલે કે 6 લાખ કરોડ રૂપિયા રસ્તા, રેલવે અને વીજળીમાંથી આવશે. રેલવે સ્ટેશન, 15 રેલવે સ્ટેડિયમ, ટ્રેન, પર્વત રેલવે વેચવામાં આવશે. આ સાથે, 9 મુખ્ય બંદરો શિપિંગમાં વેચવામાં આવશે. બે રાષ્ટ્રીય સ્ટેડિયમ પણ આ યાદીમાં છે. સરકારી કંપનીઓના ગેસ્ટ હાઉસ પણ પીપીપી મોડમાં જશે. આગામી ચાર વર્ષ માટે વાર્ષિક લક્ષ્યો હશે અને વાસ્તવિક સમય પર દેખરેખ રહેશે. દર મહિને તેની સમીક્ષા કરવામાં આવશે અને ત્રિમાસિક ધોરણે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવશે જેથી ખાનગી ક્ષેત્ર વધુ સારી રીતે સંચાલન કરી શકે.

નીતિ આયોગ અનુસાર, નાણાકીય વર્ષ 2022 થી 2025 ની વચ્ચે 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ વેચી શકાય છે. તેમાં રસ્તા, રેલવે, પાવર ટ્રાન્સમિશન, પાવર જનરેશન, નેચરલ ગેસ પાઈપલાઈન, પ્રોડક્ટ પાઈપલાઈન, ટેલિકોમ, વેરહાઉસિંગ, ખાણકામ, ઉડ્ડયન, બંદરો અને સ્ટેડિયમ અસ્કયામતોનો સમાવેશ થાય છે. આમાંથી, ટોચના 5 ક્ષેત્રો રસ્તાઓ (27 ટકા), રેલવે (25 ટકા), વીજળી (15 ટકા), તેલ અને કુદરતી ગેસ પાઇપલાઇન (8 ટકા) અને ટેલિકોમ (6 ટકા) છે.

રસ્તાઓના વેચાણ દ્વારા 1.6 ટ્રિલિયન અને રેલવેની સંપત્તિઓ વેચીને 1.5 ટ્રિલિયનની આવક રળવાનું સરકારનું આયોજન છે. પાવર સેક્ટરની સંપત્તિ વેચીને 1 ટ્રિલિયન, ગેસ પાઇપલાઇન ₹ 590 અબજ અને ટેલિકોમ્યુનિકેશન સંપત્તિઓના વેચાણ દ્વારા 400 બિલિયન મળી શકે છે.

કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો કે મોદી સરકાર રાષ્ટ્રીય સંપત્તિઓની વેચવા લાગી છે. મોદી સરકાર ટેલિકોમથી માંડીને દરેક ક્ષેત્રને ખાનગી હાથોમાં સોંપવા તૈયાર છે. સરકારના આ પ્રોગ્રામ હેઠળ 2.86 લાખ કિમીના ભારતનેટ ફાઈબર, બીએસએનએલ અને એમટીએનએલ ટાવર વેચવાની યોજના છે. તે ઉપરાંત 160 કોલ માઈનિંગ પ્રોજેક્ટ્સ, 761 મિનરલ બ્લોકની સાથે 2 નેશનલ સ્ટેડિયમનો પણ સોદો કરી રહી છે. તે ઉપરાંત એનએચપીસી, એનટીસીપી અને એનએલસીની સંપત્તિને પણ વેચી દેવામાં આવશે. 26,700 કિમીના નેશનલ હાઈવે, 400 સ્ટેશન, 150 ટ્રેન, રેલવે ટ્રેક, 25 એએઆઈ એરપોર્ટ વેચવાનો પણ સરકારનો પ્લાન છે.

 51 ,  1