મોદીની ડ્રીમ ટીમ: કેબિનેટનું આજે સાંજે થશે વિસ્તરણ

નવી કેબિનેટમાં ઘણા યુવા ચેહરાઓને મળશે સ્થાન

મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેન્દ્રીય કેબિનેટમાં સૌપ્રથમ વખત મોટાપાયે ફેરફાર થઈ રહ્યું હોવાની અટકળો પૂરજોશમાં ચાલી રહી હતી પરંતુ હવે આ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કેન્દ્રીય કેબિનેટનું આજે સાંજ 6 વાગ્યે વિસ્તરણ થશે તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આી છે. મોદી સરકારની નવી કેબિનેટમાં ઘણા યુવા ચેહરાઓને સ્થાન મળી શકે છે.

બીજી બીજુ કેન્દ્રીય કેબિનેટનું આજે સાંજ 6 વાગ્યે વિસ્તરણ થાય તે અગાઉ પ્રધાનમંત્રી આવાસ પર અનેક નેતાઓ પહોચી ગયા છે. જેમાં મહારાષ્ટ્રના નેતા નારાયણ રાણે, યુપીના નેતા અનુપ્રિયા પટેલ, તેમજ ભાજપના નેતા જ્યોતિરાદિત્યા સિંધિયા પણ પીએમ આવાસ પર પહોંચી ગયા છે. એટલું જ નહીં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ પ્રધાનમંત્રી નિવાસસ્થાન પહોચ્યા છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં ૮૧ સભ્યો હોઈ શકે છે, પરંતુ હાલ ૫૩ સભ્યો છે. એટલે કે મંત્રીમંડળમાં હજી ૨૮ સભ્યોનો સમાવેશ થઈ શકે છે. પરિણામે આ વિસ્તરણમાં એક કરતાં વધુ મંત્રાલય ધરાવતા મંત્રીઓનો બોજ હળવો કરવામાં આવી શકે છે. કેબિનેટ વિસ્તરણમાં આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી તેમજ વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓની નિમણૂક કરવામાં આવે તેવી સંભાવના છે.

 52 ,  1