કેરળ-મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વઘુ એક્ટિવ કેસ

66 જિલ્લામાં કોરોના પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર સમાપ્ત થઈ નથી ત્યાં ત્રીજી લહેરની ભીતિ લોકોને સતાવી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં 4.55 લાખ કોરોના એકટિવ કેસ સક્રિય કેસ છે જે પૈકી 80 ટકા નવા કેસ હવે દેશના 90 જિલ્લાઓમાંથી આવી રહ્યા છે.

છેલ્લા સાત દિવસોમાં 66 જિલ્લાઓ એવા છે જ્યાં કોરોના પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ રહ્યો છે. પરંતુ લોકો હજી પણ બેદરકાર રહે છે. પર્યટન સ્થળે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. આ અંગે આરોગ્ય મંત્રાલયે લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

શનિવાર 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 42,766 નવા કેસ નોંધાયા છે જ્યારે 1,206 લોકોના મોત નિપજ્યા છે. પાંચ રાજ્યોમાંથી 73.52% નવા કોરોના કેસ નોંધાયા છે. જે પૈકી માત્ર કેરળમાં જ 31.71 ટકા કેસ સૌથી વઘુ 13,563 નવા કેસ સામે આવ્યા છે.બીજી બાજુ મહારાષ્ટ્રમાં 21 ટકા કેસ નોંધાયા છે.

 76 ,  1