અત્યાર સુધીનો સૌથી ખતરનાક છે આફ્રિકાનો કોરોનાનો નવો વેરિઅન્ટ..

WHOએ નવા વેરિઅન્ટનું નામ રાખ્યું ‘Omicron’

વિશ્વભરમાં યુરોપ સિવાયના દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ હળવો થઈ રહ્યો છે એવામાં દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ મળી આવ્યો છે, જે ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ખતરનાક હોવાનું મનાય છે. દક્ષિણ આફ્રિકામાં નવા વેરિઅન્ટના અત્યાર સુધીમાં ૨૨ કેસ નોંધાયા છે. બીજીબાજુ બ્રિટને પણ કોરોનાના નવા બોત્સવાના વેરિઅન્ટ અંગે પણ ચેતવણી આપી છે. આ વેરિઅન્ટને અત્યાર સુધી કોરોના વાઈરસનું સૌથી મ્યુટન્ટેડ વર્ઝન ગણાવાઈ રહ્યું છે.

WHOની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસને ‘Omricron’ નામ આપ્યું છે. આ સાથે WHOએ નવા કોરોના વેરિઅન્ટને ‘ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિઅન્ટ’ ગણાવ્યો છે.

જણાવી દઈએ કે આ પહેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને પણ ‘ખૂબ જ ઝડપથી ફેલાતા ચિંતાજનક વેરિઅન્ટ’ની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું, જે વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો તેનો શિકાર બન્યા હતા. તે પ્રથમ વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે અને લોકોને ઝડપથી બીમાર બનાવે છે. નવા વેરિઅન્ટ ‘Omricron’ વિશે પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે.

WHO ના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન વાઈરસ ઈવોલ્યુશન (TAG-VE) ની એક બેઠક શુક્રવારે બોલાવવામાં આવી હતી, જેમાં નવા પ્રકાર B.1.1.529 અને તેના વર્તન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ પછી, WHO પ્રવક્તાએ કહ્યું કે પ્રારંભિક અભ્યાસ દર્શાવે છે કે નવા પ્રકારમાં મ્યુટન્ટ્સની સંખ્યા ઘણી વધારે છે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી