હિમતનગરની સૌથી વિકટ સમસ્યા એટલે ટ્રાફિક, પાર્કિંગ અને ટોઈંગ

હિમતનગર શહેરના મહાવીરનગર, સિવિલ સર્કલ વિસ્તારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળે છે. હિમતનગર નગરપાલિકાએ પાર્કિંગ વિના જ અથવા તો ઇમ્પેકટ ફી લઇને મોટાભાગના કોમર્શીયલ બિલ્ડીંગને શરુ કરવાની પરમીશન આપેલી છે. અને તમામ ધંધા ધમ ધોકાર ચાલી રહ્યા છે. પણ સહુથી મોટી તકલીફ ત્યાં ખરીદી અથવા પોતાના કામ અર્થે આવતી જનતાની છે.

સિવિલ સર્કલ પાસે હિમતનગર વિસ્તારની મોટા ભાગની બેંક આવેલી છે. આખા હિમતનગરની જનતા પોતાના બેન્કના કામો આટોપવા માટે સિવિલ સર્કલ આવવું જ પડે છે. પરંતુ પાલિકા દ્વારા એક પણ બેંક કે બિલ્ડીંગને પાર્કિંગની ફરજ પાડવામાં આવી નથી. ઘણી બિલ્ડીંગમાં તો નકશામાં પાર્કિંગ બતાવવામાં આવ્યું છે. પરંતુ ત્યાં દુકાનો બનાવીને વેચી મારવામાં આવી છે.

વધુમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા છે. પોલીસ જનતાની સેવા માટે છે કે જનતાને લૂટવા માટે…? પોલીસ તંત્ર દ્વારા પાલિકાને પાર્કિંગ બનાવવાની કે પાર્કિંગ એરિયામાં આવેલી દુકાન ગેરકાયદેસર તોડીને ત્યાં પાર્કિંગ બનાવવાની ફરજ પાડવામાં કેમ નથી આવી રહી..?

ટ્રાફિક વિભાગનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, ટોઈંગ ની કામકાજ પુર જોશમાં ચાલી રહ્યું છે. અમારી જવાબદારી તો રોડ રસ્તાને માત્ર ટ્રાફિક મુક્ત કરવાની જ છે. તો પાલિકા પાર્કિંગ બનાવી અથવા બિલ્ડીંગ માં પાર્કિંગની ફરજીયાત કરી પોતાની જવાબદારી ક્યારે નિભાવશે…?

પાલિકા પ્રમુખ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ બધા જ બિલ્ડીંગ જુના છે અને લોકો મોટા ચાર પૈડા વાળા વાહન લઈને નીકળે તેમાં પાલિકા કશું જ કરી શકે તેમ નથી…

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી