બાળકને આપવામાં આવ્યું સૌથી મોંઘુ ઇન્જેક્શન…

ક્રાઉડફન્ડિંગ દ્વારા ૧૬ કરોડ ભેગા કરીને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું.

હૈદરાબાદના ત્રણ વર્ષના બાળક અયાંશ ગુપ્તા માટે ક્રાઉડ ફન્ડિંગ વરદાન સાબિત થયું. અયાંશ જેનેટિક ડિસઓર્ડર સ્પાઇનલ મસ્કુલર એટ્રોપી ટાઇપ 1 નામની બીમારીથી પીડિત હતો.સારવાર માટે માતા-પિતા પાસે પૈસા નહોતાં. જે બાદ ક્રાઉડફન્ડિંગ દ્વારા ૧૬ કરોડ ભેગા કરીને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું. તેને યુએસમાં બનેલ જોલગેન્સ્માનો એક શોટ આપવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે ,બાળકને આ દવા તેની કરોડરજ્જુના સ્નાયુઓને ઠીક કરવા માટે આપવામાં આવી. આ બીમારી ૮૦૦૦માંથી એક બાળકને થાય છે. અયાંશની મદદ માટે કેટલાય બોલિવૂડ સેલિબ્રિટી અને ક્રિકેટરોએ ફંડમાં દાન આપ્યું હતું અને લોકોને ડોનેટ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.આટલા મોંઘા ઇન્જેક્શન માટે પૈસા ભેગા કરવામાં આવ્યા હતા. ક્રાઉડફન્ડિંગ સાઇટ દ્વારા ૬૨,૪૦૦થી વધુ લોકોએ અયાંશની સારવાર માટે ૧૪.૮૪ કરોડ રૂપિયા ભેગા કર્યા. બાકીના ૧.૨ કરોડ રૂપિયા એક આંતરરાષ્ટ્રીય ક્રાઉડફન્ડિંગ દ્વારા મળ્યા.

મહત્વપૂર્ણ છે કે ,ભારત સરકારે પણ અયાંશની સારવાર માટે મદદ કરી. સરકારે ૬ કરોડ રૂપિયા અયાત ટેક્સ માફ કર્યો. આ ટેક્સ માફ કરવામાં આવ્યો ન હોત તો આ દવાની કિંમત ૨૨ કરોડ રૂપિયા હોત. ઉલ્લેખનીય છે કે, આ ગંભીર બીમારીથી પીડિત બાળક મેડિકલ ઇન્ટરવેન્શન વગર ભાગ્યે જ બે વર્ષથી વધુ જીવી શકે છે.

 58 ,  1