વિશ્વનું સૌથી મોંઘુ લાકડુ, એક કિલોની કિંમતમાં તો આવી જશે કેટલાંય તોલા સોનુ

આ દુર્લભ લાકડાની કિંમત જાણશો તો ઉડી જશે હોશ

આ દુનિયામાં કેટલીક સાધારણ દેખાતી વસ્તુઓ ઘણીવાર એટલી મોંઘી હોય છે જેની કિંમત પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. તેનું કારણ છે કે આ વસ્તુ દુર્લભ છે. આમ તો આપણા ત્યાં ચંદનના લાકડા મોંઘા માનવામાં આવે છે, જેની કિંમત પાંચથી છ હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી હોય છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એક એવુ લાકડુ પણ છે, જે ચંદનના લાકડાની કિંમત કરતા અનેક ગણુ મોંઘુ છે. તેને ખરીદતા પહેલા મોટા મોટા ધનાઢ્યો પણ 10 વાર વિચારશે.

અમે જે લાકડાની વાત કરી રહ્યાં છીએ તેનુ નામ છે આફ્રીકન બ્લેડવુડ. આ લાકડાને ધરતી પર રહેલી સૌથી મૂલ્યવાન સામગ્રીઓમાંથી એક માનવામાં આવે છે. જો તેની કિંમતની વાત કરીએ તો એક કિલોગ્રામની કિંમત 8 હજાર પાઉન્ડ એટલે કે 7 લાખ રૂપિયાથી વધુ હોય છે. આ લાકડાની કિંમતથી તમે એક શાનદાર લગ્ઝરી કાર સરળતાથી ખરીદી શકો છો.

આફ્રીકન બ્લેકવુડના વૃક્ષ સેનેગલ પૂર્વથી ઇરિટ્રિયા સુધી આફ્રિકાના શુષ્ક પ્રદેશો અને દક્ષિણ આફ્રિકાના ઉત્તર-પૂર્વીય ભાગોમાં મળે છે. તેની ઉંચાઇ લગભગ 25થી 40 ફૂટ હોય છે. આ શુષ્ક સ્થળો પર જ મોટાભાગે મળે છે.

 43 ,  1