અમદાવાદ : બાળકને તરછોડી ફરાર થનાર માતા આવી પરત, કહ્યું- રસ્તામાં બેભાન થઇ ગઇ હતી

મણિનગર પોલીસે માતાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી

તાજેતરમાં એલજી હોસ્પિટલમાં બાળક તરછોડીને ફરાર થનાર માતા આખરે બે દિવસ બાદ હોસ્પિટલ પરત ફરી હતી. 20મી સપ્ટેમ્બરે સાંજના સમયે 4 દિવસના બાળકને હોસ્પિટલમાં જ મૂકી મહિલા ફરાર થઈ ગઈ હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા મહિલાની આસપાસમાં શોધખોળ કરતા મહિલા મળી આવી નહોતી. અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના હોસ્પિટલમાંથી બહાર નીકળતા સીસીટીવી પણ સામે આવ્યા હતા. જે બાદ પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી હતી.

હોસ્પિટલ આવેલ માતાએ આ અંગે જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ તે CTM પાસે ફળ લેવા માટે ગયા બાદ બે દિવસ સુધી બેભાન રહ્યા બાદ ભાન આવતા બાળકની યાદ આવી હતી. તેથી તે હોસ્પિટલ પરત આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાના CCTV વાયરલ થતાં પડોશીઓએ આ અંગે મહિલાને જાણ કરતા તે હોસ્પિટલ આવી હતી. મણિનગર પોલીસે આ મામલે મહિલાની સઘન તપાસ હાથધરી છે.

20 સપ્ટેમ્બરે શહેરની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને માતા ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે હોસ્પિટલના સ્ટાફે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 16મી સપ્ટેમ્બરે ખુરસીદાબેન રંગરેજ નામની મહિલા દાખલ થઈ હતી, જે દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને 20 મી સપ્ટેમ્બરે સાંજના સમયે 4 દિવસના બાળકને હોસ્પિટલમાં જ મૂકી મહિલા ફરાર થઈ ગઈ હતી.

હોસ્પિટલ સ્ટાફ દ્વારા આસપાસમાં મહિલાની શોધખોળ કરતા મહિલાની કોઈ ભાળ મળી ન હતી. અંતે હોસ્પિટલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. મહિલાએ હોસ્પિટલના રેકોર્ડમાં પોતાનું સરનામું રામોલ જનતાનગર હોવાની જણાવતા પોલીસે ત્યાં પણ તપાસ કરી હતી.

ખુરસીદાબેન રંગરેજ રામોલના જનતા નગરની રહેવાસી છે. 2007માં પતિ સાથે છૂટાછેડા થયા બાદ માતા પિતા અને બે બાળકો સાથે રહેતી હતી. આ મહિલા ભિક્ષુકની જેમ જુદા જુદા વિસ્તારમાં ફરતી હતી. આ દરમ્યાન કોઈ રીક્ષા ચાલક સાથે સબંધ બધાંતા મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. અને તેને બિનવારસી હાલતમાં મહિલાને એલજી હોસ્પિટલમાં સ્થાનિક લોકોએ ખસેડી હતી.

મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ 4 દિવસના બાળકને મૂકીને જતા રહ્યા બાદ બે દિવસ પછી ફરી હોસ્પિટલમાં બાળકને લેવા પહોંચી હતી. મહિલા બાળક માટે દૂધ લેવા ગઈ અને બેભાન થઈ જતા બે દિવસે ભાનમાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું. જેથી મહિલા કેટલું સાચું બોલે છે અને બાળકને મૂકી ક્યાં ગઈ હતી તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી