આ સાંસદને પોતાના કરતાં કોંગ્રેસને બચાવવાની છે વધારે ચિંતા, આપી આવી વણમાગી સલાહ..!

પોતાના વિવાદી નિવેદનો માટે જાણીતાં અને ભાજપના રાજ્યસભાના સિનિયર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટી લાઇનથી વિરૂધ્ધ જઇને કોંગ્રેસને બચાવવા માટે એવી સલાહ આપી છે કે તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો કોંગ્રેસમાં વિલય કરી દેવો જોઈએ. આ સાથે જ તેમણે સૂચન કર્યું કે મમતા બેનરજીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવા જોઈએ.

સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારે એક ટ્વીટ કરીને કહ્યું કે જો દેશમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી રહી ગઈ તો લોકતંત્ર નબળુ પડશે. ટ્વીટના માધ્યમથી સ્વામીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને એક એકીકૃત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળવાની સલાહ આપી છે.

તેમણે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( એનસીપી)ને એકીકૃત કોંગ્રેસ સાથે વિલય કરી દેવાનું પણ સૂચન આપ્યું છે. સ્વામીએ કહ્યું કે ‘ગોવા અને કાશ્મીરના ઘટનાક્રમને જોયા બાદ મને લાગે છે કે જો ભાજપ એકમાત્ર પાર્ટી રહેશે તો લોકતંત્ર નબળુ પડશે.’

તેમણે વધુમાં કહ્યું કે ‘ઉપાય? ઈટાલિયન્સ અને વંશજને પાર્ટી છોડવા માટે કહો. ત્યારબાદ મમતા બેનરજી એકીકૃત કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે. અને એનસીપીનો પણ તેમાં વિલય કરવો જોઈએ.’

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી