September 26, 2020
September 26, 2020

અમદાવાદ : પહેલાં બહેન પાસે બંધાવી રાખડી, બાદમાં પીઠ પાછળ માર્યા છરાના ઘા

રામોલમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસ તપાસમાં સનસની ખુલાસો

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં સરિતા રેસિડન્સીમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. મહિલાની હત્યા તેના બે સગાભાઇઓએ કરી હતી. ભાઇઓએ પહેલા રાખડી બંધાવી બાદમાં પોતાની સગી બહેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ઘટનાની વિગત મુજબ, રામોલ પોલીસની હદમાં આવતાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલાં સરીતા એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. મૃતક મહિલાનું નામ સૌકી ઉર્ફે મીરા છે. સૌકીએ આઠ વર્ષ પહેલા તેના પતિનું નિધન થતાં રામસ્વરૂપદાસજી સાધુ નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. બને વસ્ત્રાલ ખાતે રહેતા હતા. રામસ્વરૂપદાસજી કપડવંજ ખાતે પણ રહેતા અને ખેતી તથા સેવા પુજાનું કામ પણ કરતા હતા.

ગુરુવારે સૌકી ઉર્ફે મીરા ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. સૌકી ઉર્ફે મીરાના શરીર પર ચાકૂના ઘા હતા. તો બીજી તરફ પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી. જોકે તપાસમાં પોતાના ભાઈઓ જ સૌકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

બંને ભાઈઓએ બહેનના હાથે રાખડી બંધાવી તેના હાથની ચા પીધા બાદ છરાના ઘા મારી હત્યા કરી નાખી હતી. ઘરમાં રહેલા બેનના કુલ 112 ગ્રામ વજનના અને રૂ.6.14 લાખની કિંમતના સોના અને ચાંદીના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપી ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે મરનાર સોકી ઉર્ફે મીરા મૂળ કોલકાત્તાની છે અને ઘણા વર્ષોથી અમદાવાદમાં રહેતી હતી. મીરા અમદાવાદમાં આવી પ્રથમ લગ્ન રાકેશ નેપાળી સાથે કર્યા હતા. મીરા દેહવ્યાપારનો ધધો કરતી હોવાનું સામે આવ્યું હતું. અને જેના કારણે તેના ભાઈ સાજીતના છૂટાછેડા થયા હોવાથી ભાઈને ગુસ્સો હતો.

આરોપી સાજીત શેખએ વાતનો ગુસ્સો રાખીને બેઠો હતો. જોકે પેહલા લગ્ન બાદ મરનાર મહિલાએ બીજા લગન રામસ્વરૂપ સાધુ સાથે કર્યા હતા. ગત 31 જુલાઈના રોજ રામસ્વરૂપ અને મરનાર વચ્ચે બબાલ થઈ હતી અને જેમાં મીરાનો ફોન પણ તોડી નાખ્યો હતો.

આ વાત બંને ભાઈઓ ને ખબર પડી હતી અને એવી શંકા હતી કે જો તેની બહેનના બીજા લગ્ન પણ તૂટી જશે તો યે પરત ઘરે આવશે અને દેહવેપારનો ધંધો કરશે. અને એક ભાઈને છૂટાછેડાનો ગુસ્સો હતો. જેથી ગત 4 ઓગસ્ટના રોજ લૂંટના પ્લાન સાથે તેના ઘરે ગયા અને મીરાની હત્યા કરી આશરે 6 લાખના મુદ્દમાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

હાલ આ મામલે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 84 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર