તાપી : વાલોડમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રની પત્નીએ ખેલ્યો હતો ખૂની ખેલ

હત્યા કરનાર આરોપી મહિલા અને તેના પતિની અટકાયત

મિત્રની પત્નીની છેડતી કરતા ખેલાયો ખૂની ખેલ

તાપીમાં થયેલી યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વાલોડ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેગ ઉકેલી નાંખ્યો છે અને હત્યા કરનાર યુવતી અને તેના પતિની અટકાયત કરી લીધી છે. નોંધનીય છે કે, રાનવેરીના નિશાળ ફળિયામાં રહેતા કિશનભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીની માથા ભાગે તિક્ષ્ણ હત્યાર વડે ઘા કેરેલી હાલતમાં લાશ મળી હતી.

આ અંગે પોલીસે તપસા કરતાં મૃતક યુવકે પોતાના મિત્રની પત્નીની છેડતી કરતા પોતાની લાજ બચાવા મિત્રની પત્નીએ માથાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. હત્યા કરી પતિ સાથે લાશને કોથળામાં બાંધી ગામની બહાર રોડ પર ફેંકી ધીધી હતી. વાલોડ પોલીસે જુદી જુદી દિશામાં તપાસ કરી હત્યા કરનાર પત્ની અને તેના પતિની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાલોડ પોલીસે હત્યા કરનાર પત્ની અને પુરાવા નાશ કરનાર પતિની બન્નેની અટક કરી છે.

વિગત મુજબ, 2 દિવસથી ગુમ રાનવેરી ગામના યુવકની લાશ તેના ઘરની નજીકથી કોથળામાં બંધ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાલોડ તાલુકાના રાનવેરી ખાતે નિશાળ ફળિયામાં રહેતા કિશન ઉર્ફે ક્રિષ્ના લક્ષ્મણભાઇ ચૌધરી જે વાલોડ ખાતે દુર્ગા જવેલર્સમાં દશેક વર્ષથી નોકરી કરતો હતો, ગત તા. 19 મી ફેબ્રુઆરીના રોજ નોકરીએ સવારે ગયા બાદ ઘરે પરત આવેલ નહીં.

રવિવારે મળસ્કે રાનવેરી ગામથી ડુમખલ ચૌધરી ફળીયા તરફ જતા માર્ગ પર એક લાશ મળી આવેલ હતી, જે કિષ્ણાની માતાએ ઓળખી બતાવી હતી, કિશનાને અજાણ્યા ઇસમે કોઈક હથિયારથી માથાના ભાગે ઘા કરી હત્યા કરી હતી, ત્યારબાદ લાશને માથાના ભાગે ટોપી તથા પ્લાસ્ટિક વીંટાળી લાશને કોથળામાં વીંટાળી તેના ઘર નજીક રોડની બાજુમાં નાખી ગયા હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. જો કે બાદમાં સઘન તપાસ કરતા કંઇક અલગ કારણ સામે આવ્યું છે.

હત્યા પાછળ મિત્રની પત્નીની જવાબદાર છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકે મિત્રની પત્નીની છેડતી કરી હતી. જેની અદાવત રાખી મિત્રની પત્નીએ આ ખૂની ખેલ ખેલ્યો હતો. આરોપી મહિલાએ કિષ્નાની ઠંડા કલેજે હત્યા કરી લાશને દાણના કોથળામાં પૂરી ગામની બહાર રોડ પર ફેંકી ધીધી હતી. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 30 ,  1