સનસની ખુલાસો : ભાણીયાને માસી સાથે થયો પ્રેમ, ગુસ્સામાં માસાએ કાઢી નાખ્યું કાસળ

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ બુધવારે રાતે થયેલી મુળ યુપીના બલરામપુરના નિર્મોહી ઉર્ફ ભભૂતિ રામતિરથ ચૌહાણની હત્યાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ મામલે પોલીસે માસાની ધરપકડ કરી છે. નિર્મોહીની તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે છરાનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ઘટનાને અકસ્માતમા ખપાવ્યો હતો. નિર્મોહી પોતાની માસી સાથે આડાસંબંધ બંધાયા હોવાનો વહેમ રાખી માસાએ આ ખૂની ખેલ ખેલ્યો હતો.

પુછપરછમાં તેના માસા કુંદને જણાવ્યું કે, નિર્મોહીને પોતાની જ માસી સાથે આંખો મળી ગઇ હતી. બંન્ને વચ્ચે અનૈતિક સંબંધો ચાલુ થઇ ગયા હતા. એક દિવસ નિર્મોહી અને પોતાની પત્નીને સાથે રંગરેલિયા મનાવતા જોઇ લીધા હતા. જેના કારણે બંન્ને વચ્ચે માથાકુટ થઇ હતી. જો કે નિર્મોહીએ પોતે માસી સાથે જ જીવશે અને મરશે. કાં તો બંન્નેના સંબંધો ચાલુ રાાખવા દેવા નહી તો છુટાછેડા આપી દેવા માટે જણાવ્યું હતું. જેના કારણે ગુસ્સે ભરાયેલા માસા કુંદને નિર્મોહીનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. 

નિર્મોહી મુળ યુપીના બલરામપુરના મહાદેવ અત્તરપરીનો વતની હતો. તે મવડી અજંતા ઇન્ડસ્ટ્રીઝ ખાતેના એક કારખાનામાં કામ કરતો હતો, ત્યાં જ રહેતો હતો. આ સમગ્ર કાંડ બહાર આવ્યા બાદ તેના માસાએ નિર્મોહીને મળવા બોલાવ્યો હતો. ત્યાં માસીને છોડી દેવા માટે સમજાવ્યો હતો. જો કે તેણે કહ્યું કે, હું જીવીશ ત્યાં સુધી માસી સાથે રહીશ અને તમે તેને યોગ્ય પ્રેમ નથી આપતા તેથી મારે સાથે રહેવું જ પડશે. જેથી ઉશ્કેરાયેલા માસા કુંદને અને તેની સાથે રહેલા બે લોકોએ તેને છરી મારી દીધી હતી.

‘મરવું મજબુર છે પણ તારી પત્નીને છોડીશ નહી…’

નિર્મોહીની હત્યા તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે કરી હોવાનું અને કુંદન સાથે તેનો સાળો સહિતના બે શખ્સો પણ સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસે નિર્મોહીના રૂમમેટની પુછતાછ કરતાં એવી માહિતી મળી હતી કે, નિર્મોહીને તેના જ માસા કુંદન સાથે માથાકુટ થઇ હતી. જેથી પોલીસે કુંદનને ઉઠાવી લઇ આકરી પુછપરછ કરતાં તેણે હત્યાની કબુલાત આપી હતી. માસા કુંદને તેને આ સંબંધો તોડી નાંખવા કહ્યું હતું જોકે, નિર્મોહી માનવા તૈયાર ન હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બુધવારે સાંજે કુંદનને પતાવી દીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ગેરજની બહાર લગાડેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા

નિર્મોહીલાલ રામતીર્થ ચૌહાણની હત્યામાં પોલીસે ગેરજની બહાર લગાડેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં તે જે દિશા માંથી દોડીને આવ્યો તે તરફના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં તે શેરીમાં ત્રણ શખ્સ દોડીને ભાગતા નજરે પડ્યા હતા નિર્મોહીલાલ ચૌહાણના હત્યારાઓ પરપ્રાંતીય હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જે દિશામાં તાલુકા પોલીસની અલગ-અલગ ટીમ તપાસમાં કામે લાગી હતી અને બનાવની કડીઓ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી હતી તે દમિયાન તાલુકા પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

કમલેશે હત્યા માટે 18 દિવસ પૂર્વે ચોટીલાથી છરી ખરીદી હતી

નિર્મોહીને તેની પત્ની સાથે બે વર્ષથી આડોસંબધ હતો વારંવાર તેને નિર્મોહીને પત્ની સાથે સંબંધ છોડી દેવા સમજાવ્યો હતો છતાં નિર્મોહી સમજ્યો નહી અંતે તેને પૂરો કરી નાખવા મનોમન નક્કી કયી લીધું હતું અને સાતમ-આઠમના તહેવારમાં કારખાને રજા હોય કમલેશ ચોટીલા ફરવા ગયો ત્યારે તેને ચોટીલાથી નિર્મોહીની હત્યા માટે છરી ખરીદી હતી અને ત્યારબાદ તે મોકો મળ્યે નિર્મોહીને મારી નાખવા મોકો શોધતો હતો અને બે દિવસ પૂવે શાકભાજી લેવા નીકળેલા નિર્મોહી આસ્થા ચોકડી મળી જતા તને પોતના પ્લાનને અંજામ આપી દીધો હતો.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી