દિયોદરમાં કોથળામાં બંધ મહિલાની હત્યા કરાયેલી લાશ મળી

ઓગદપુરા નર્મદા કેનાલના સાયફનમાંથી મહિલાની લાશ મળી

દિયોદર તાલુકાના ઓગડપરા ગામે કોથળામાં બાંધેલી હાલતમાં મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. સુનિયોજિતપણે મહિલાને મોતને ઘાટ ઉતારીને અજાણ્યા હત્યારાઓએ બનાવને અંજામ આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યં છે. તો બીજી તરફ મળી આવેલી મહિલા લાશની ઓળખ તથા પરિવારજનો તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સમગ્ર બનાવમાં મહિલાને અજાણ્યા આરોપીઓએ મોતને ઘાટ ઉતારી દીધા અંગે ફરિયાદ નોંધી તપાસ શરૃ કરી છે.

વિગત મુજબ, દિયોદર તાલુકાના ઓગડપરા નર્મદા કેનાલના સાયફનમાં કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી હતી. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં સરપંચને જાણ કરી હતી. ત્યારબાદ સરપંચ દ્વારા દિયોદર પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશ ને બહાર કાઢવામાં આવી હતી.

તપાસ કરતા મૃતક મહિલા કાંકરેજ તાલુકાના ડુંગરાશન ગામની પરણિત અને કાંકરેજના તેરવાડા ગામેં પિયર હોવાનું જાણવા મળ્યું હતું અને જેની જાણ તેના પિયર પક્ષમાં તેની માતપિતા ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મહિલાની હત્યા કરી લાશ કોથળામાં બાંધી કેનાલમાં ફેકી દીધી હોવાનું જાણવા મળ્યું છે. કોથળાની અંદર પથ્થરો તેમજ લોખંડના સળિયા પણ મળી આવ્યા હતા.

તો પરિવારના જણાવ્યા મુજબ, તેરવાડા ગામના ઠાકોર ચંદુભાઈ વાહજીજી દીકરીના લગ્ન 2 વરસ અગાઉ ડુંગરાશન ગામે કરવામાં આવ્યા હતા અને પિતાએ જણાવેલ કે અમારી દીકરી સૂર્યાબેન 20 દિવસથી તેના સાસરીમાંથી ગુમ થયેલ હતી અને તેના પતિએ શિહોરી પોલીસને 20 દિવસ અગાઉ જાણવા જોગ ફરિયાદ કરેલ હતી.

નોંધનિય છે કે, મહિલાની લાશ નર્મદા કેનાલના ઓગડપુરા સાયફનમાંથી કોથળામાંથી મળી હતી અને કોથળામાં ભરી કોથળામાં 7 ઈટો ભરી કોથળાને લોખંડના તારથી મોઢયું બાંધી કેનાલમાં ફેંકી દીધેલ હોવાના દિયોદર ડીવાયએસપી પીએચ ચૌધરીએ જણાવ્યું હતું. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા કરવામાં આવી છે. ત્યારે પોલીસે હત્યાની દિશામાં તપાસ હાથ ધરી છે.

 159 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર