ભારતમાં કોરોનાના ઘાતક સ્ટ્રેનની એન્ટ્રી, સત્તાવાર જાહેરાત

હાહાકાર મચાવી રહેલા કોરોનાના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી, UK થી પાછા ફરેલા 6 લોકોમાં જોવા મળ્યા લક્ષણ

ભારતમાં આખરે કોરોનાનું નવું ઘાતક સ્વરૂપ સ્ટ્રેન મળ્યું, સત્તાવાર એન્ટી થઇ ગઇ છે. તંત્ર દ્વારા આજે સવારે આ અંગેની જાહેરાત કરતા હલચલ મચી ગઇ હતી. કેમકે, કોવિડ-19એ એટલે કે નોવેલ કોરોના કરતા આ સ્ટ્રેન 70 ટકા વધારે ઘાતક છે, કોરોનાના સામાન્ય સંક્રમણ કરતા તે 70 ટકા વધારે ચેપી રોગના લક્ષણો ધરાવે છે.

બ્રિટેનમાાં સ્ટ્રેનના કેસો મળતા ત્યાંથી ભારતમાં આવેલા મુસાફરોનું ફરજિયાત સ્ટેટીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાંથી જે મુસાફરો પોઝિટિવ જણાવ્યા તેમના નમુના પૂણે હૈદ્રાબાદ વગેરેની લેબોરેર્ટીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં એવો ખુલાસો થયો કે આ મુસાફરો પણ નવા સ્ટ્રેન લક્ષણો ધરાવે છે. ડોક્ટોરો દ્વારા કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા જણાવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા16,432 દર્દીઓ નોંધાયા છે. પરંતુ એક ચિંતાજનક સમાચાર એ છે કે કોરોનાનો જે નવો સ્ટ્રેન યુકેમાં હાહાકાર મચાવી રહ્યો છે તેની હવે ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. ભારતમાં આ નવા કોરોના વાયરસ ટ્રેનના 6 કેસ મળી આવ્યા છે. યુનાઈટેડ કિંગડમથી આવેલા 6 લોકોમાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. જેમાંથી 3 બેંગ્લુરુ, 2 હૈદરાબાદ અને એક પુણેની લેબના સેમ્પલમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. 

મંગળવારે ભારત સરકાર તરફથી યુકેના નવા સ્ટ્રેન પર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. જેમાં અલગ અલગ લેબમાં ટેસ્ટ કરાયેલા સેક્શન અંગે જણાવવામાં આવ્યું. 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં યુકેથી લગભગ 33 હજાર લોકો પાછા ફર્યા હતા. બધાને ટ્રેક કરવામાં આવ્યા અને તેમના ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી કુલ 114 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. ત્યારબાદ આ તમામના સેમ્પલોને દેશની 10 લેબ (કોલકાતા, ભુવનેશ્વર, NIA પુણે, CCS પુણે, CCMB હૈદરાબાદ, CCFD હૈદરાબાદ, InSTEM બેંગલુરુ, NIMHANS Bengaluru, IGIB Delhi, NCDC Delhi) મોકલવામાં આવ્યા હતાં.

 110 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર