જૂનાગઢના બાંટવામાં અનેક પક્ષીઓના ભેદી મોત, વહીવટીતંત્ર થયું દોડતું

પક્ષીઓના મોત થતાં રાજ્યનાં વાઇલ્ડ લાઇફ વિભાગ દ્વારા એલર્ટ જાહેર

જૂનાગઢ ના બાંટવા માં મોટી સંખ્યામાં પક્ષીઓના ભેદી મોત થતા રાજ્યનાં વાઇલ્ડ લાઇફ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયુ છે. જૂનાગઢ જિલ્લાનાં બાંટવા ગામે મોટી સંખ્યામાં પક્ષીઓના ટપોટપ મોત થતા ભારે સનસનાટી મચી ગઇ છે. આ પક્ષીઓનાં મૃત્યુ બર્ડ ફ્લુથી થયા છે કે કેમ ? તે ચકાસવા માટે 53 જેટલા પક્ષીઓ ટીટોડી, નકટો, બગલી, બતક નાં મૃતદેહ કબજે કરીને પોસ્ટ માર્ટમ માટે મોકલી અપાયા હોવાની વિગતો જાણવા મળી છે.

જોકે રેન્જ ફોરેસ્ટ ઓફિસરના કહેવા મુજબ રોગચાળાને પગલે આ પક્ષીઓનાં મૃત્યુ થયા હોવાની શંકા છે. તો બીજી બાજુ રાજ્યનાં વાઇલ્ડ લાઇફ વિભાગે ભારત સરકારની એડવાઇઝરીને પગલે સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરી તપાસ શરૂ કરી છે.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર