ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં આ નેતાઓના નામ આગળ…

દિવાળી પહેલા કોંગ્રેસમાં હોળી ના થાય તે માટે રાહુલ ગાંધી એક્શન મોડમાં

રાજ્યમાં આગામી વર્ષે 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને પગલે ભાજપ સહિતના પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. બીજી બાજુ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોગ્રેસના નવા પ્રમુખ અને વિરોધપક્ષના નેતાની પંસદગી કરવા કવાયત હાથધરી દીધી છે. દિવાળી પહેલા જ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે તેવા સંકેત સામે આવી રહ્યા છે. તો દિવાળી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર થાય તેવા ભણકારા પણ વાગી રહ્યા છે. દિવાળી પહેલા જ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા મળી શકે છે તેવા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ સંકેત આપ્યા છે.

કોંગ્રેસ પોતાની ખરાબ છબીને સુધારવા માટે મોટું પરિવર્તન કરવા જઈ રહી છે. જેને લઈને સંગઠનની નેતાગીરીથી લઈને પ્રદેશના નેતાઓમાં ધરખમ ફેરફારો થાય તેવું લાગી રહ્યું છે, હાલ તો ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓના દિલ્હીમાં ધામા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતના માળખામાં પરિવર્તન માટે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ એક્શ મોડમાં દેખાઈ રહ્યા છે.

આજે દિલ્હીમાં કોંગ્રેસના મોટા નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, તેમજ ભરત સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા સહિત અનેક મોટા નેતાઓએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે, આ તરફ તુષાર ચૌધરી, નરેશ રાવલ, જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ દિલ્લીમાં હાજર છે, આજે રાહુલ ગાંધી કોંગ્રેસના 15 જેટલા આગેવાનો સાથે બેઠક કરશે જેમાં નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બાબતે ચર્ચા કરવામાં આવશે, નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષની રેસમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાનું નામ આગળ બોલાઈ રહ્યું છે. તો બીજી તરફ હાર્દિક પટેલ અને શક્તિસિંહ ગોહિલ ના નામો પ્રદેશ અધ્યક્ષ માટે ચર્ચામાં છે, જો કે સમગ્ર મામલે હાલ કોંગ્રેસના સિનિયર નેતાઓની સેન્સ લેવાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખનું નામ નક્કી કરવા માટે અશોક ગેહલોતની પણ સેન્સ લેવાઈ રહી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી