નોઇડા, ગાઝિયાબાદ, દિલ્હીને જોડતો નેશનલ હાઇવે 22 દિવસ સુધી બંધ રહેશે

ગંગા જળ પાઇપલાઇનનું સમારકામને લઇ હાઇવે 22 દિવસ માટે બંધ

ઉત્તરપ્રદેશની ગાઝિયાબાદ પોલીસે નેશનલ હાઇવે 9 (NH 9) પર ટ્રાફિક ડાયવર્ઝન કરવાની જાહેરાત કરી છે. ગંગા જળ પાઇપલાઇનનું સમારકામને લઇ હાઇવે 22 દિવસ માટે બંધ રહેશે. આ હાઇવેમાં તિગરી કટ અંડર પાસ અને રાહુલ વિહાર અંડરપાસ વચ્ચે સમારકામનું કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

નોઈડા અને ગાઝિયાબાદથી આવતા જતાં તમામ વાહન ચાલકોને તિગરી વિસ્તારમાં પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. ટ્રાફિક વિભાગના એસપી રામાનંદ કુશવાહાએ જણાવ્યું હતું કે જે વાહનો નોઈડા, ગાઝિયાબાદ, દિલ્હી તરફ જવા માંગતા હોય તેઓ તિગરી અંડરપાસ ડાયવર્ઝન પોઈન્ટથી વિજયનગર બાયપાસ અંડરપાસ થઈને દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા જઈ શકે છે. સર્વિસ રોડ પરથી કોઈપણ વાહનો નોઈડા તરફ જઈ નહીં શકે.

કુશવાહાએ વધુમાં માહિતી આપી કે સિદ્ધાર્થ વિહાર, મોહન નગર તરફથી આવતા વાહનો, જે તિગરી અંડરપાસ થઇ નોઈડા, દિલ્હી જતા હોય તેઓ, વિજયનગર બાયપાસથી અંડરપાસનો ઉપયોગ કરી શકે છે.

તેમણે કહ્યું કે ગંગા જળ પાઇપલાઇનનું સમારકામ 10 નવેમ્બર સુધી ચાલી શકે છે. નોઈડા ટ્રાફિક પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી