અમદાવાદ : ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી પાડોશીએ મહિલાની લાજ લૂંટવાનો કર્યો પ્રયાસ

ગાયકવાડ હવેલી પોલીસે નરાધમ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પાડોશીમાં રહેતા એક યુવક વિરૂદ્ધ જબરજસ્તી લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલા ઘરમાં એકલી હતી તે દરમિયાન પાડોશી યુવક આવી પહોંચ્યો હતો. અને દરવાજો બંધ કરી નજીક આવવા લાગતા મહિલાએ બુમાબુમ કરી દરવાજો ખોલી બહાર દોડી આવી હતી. આ દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઇ યુવકને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમાલપુર વિસ્તારમાં આવેલ જેન્યુલ આબેદીન રેસીડેન્સના ચોથા માળે રહેતી 20 વર્ષીય મહિલા ગત રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ઘરમાં એકલી હતી. તે દરમિયાન ધરની બાજુમાં રહેતા સલીમ કુચામણવાલા ઘરમાં પ્રવેશી દરવાજાની સ્ટોપર બંધ કરી મહિલા નજીક આવવા લાગ્યો હતો. લાજ લૂંટવાના ઇરાદે આવેલા પાડોશી સલીમની હરકત જોઇ મહિલા ગભરાઇને દરવાજાની સ્ટોપર ખોલી બુમાબુમ કરી નીચે દોડી આવી હતી. આ દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઇ જતાં યુવકની ધોલાઇ કરી પોલીસને સોપી દીધો હતો.

આ મામલે મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી પાડોશી સલીમ વિરૂદ્ધ લાજ લૂંટવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 91 ,  1