વૈજ્ઞાનિકોની ચેતવણી! આખી દુનિયાને ફરીથી ચપેટમાં લઈ શકે છે નવો કોરોના વાયરસ, 50થી વધુ દેશોમાં પહોંચ્યો

આ વેરિએન્ટ 70 ટકા વધારે સંક્રામક અને લગભગ 30 ટકાથી વધારે ઘાતક

સાવધાન થઇ જાવ – નવો સ્ટ્રેન વિશ્વના અનેક દેશોમાં મચાવી શકે છે કહેર

વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોનાનો આ વેરિએન્ટ ખુબ જ ઝડપથી આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ શકે છે. એટલું જ નહીં આમાંથી બહાર નીકળવામાં એક દશક જેટલો સમય લાગી શકે છે. યુકેના જેનેટિક સર્વિલન્સ પ્રોગ્રામના પ્રમુખનું કહેવું છે કે દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં મળેલો કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ટૂંક સમયમાં આખી દુનિયામાં ફેલાઈ શકે છે.

તેમણે વાયરસના મ્યૂટેશન ઉપર ચિંતા વ્યક્ત કરી છે. આ નવા સ્ટ્રેનના કારણે બ્રિટનમાં ફરીથી લોગડાઉન લાગી શકે છે. યુકેના આ નવા વેરિએન્ટ 50થી વધારે દેશોમાં પહોંચી ચૂક્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અન્ય વેરિએન્ટ્સની તુલનામાં આ વેરિએન્ટ 70 ટકા વધારે સંક્રામક અને લગભગ 30 ટકાથી વધારે ઘાતક હોઈ શકે છે.

કોવિડ-19 જીનોમિક્સ યુકે કન્સોર્ટિયમના ડોયરેક્ટર શેરોન પીકોકે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે UKથી બહાર નીકળ્યા બાદ કેન્ટ વેરિએન્ટ સંભાવિત રૂપથી આખી દુનિયાને ચપેટમાં લઈ શકે છે.

વાયરસ પાંચથી વધારે વખત મ્યૂટેટ થઈ ચૂક્યો છે. આવું થતું રહે છે. આવનારા 10 વર્ષો સુધી આપણને આ વાયરસ સાથે લડાઈ ચાલું રાખવી પડશે. અન્ય નિષ્ણાંતનું કહેવું છે કે કોરોના વાયરસના અલગ અલગ સ્ટ્રેન લોકો ઉપર અલગ અલગ પ્રકારનો પ્રભાવ નાંખે છે. અને સંભવતઃ બધા વેરિએન્ટ જીવલેણ નથી હોતા. લોકોએ હજી પણ વધારે સાવધાની રાખવાની જરૂર છે.

બ્રિટનના કેન્ટ વિસ્તારમાં સૌથી પહેલી વાર મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને લઈને એક બ્રિટિશ વૈજ્ઞાનિકે તેના દુનિયા ભરમાં ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. યુકે જીનેટિક સર્વિલન્સ પ્રોગ્રામની હેડ શૈરોન પીકાકે આશંકા વ્યક્ત કરી છે કે આ સ્ટ્રેન પર હાલમાં રસી બેઅસર પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ સ્ટ્રેન હાલમાં યુકેમાં ત્રાસ વર્તાવી રહ્યો હતો પરંતુ આ દુનિયામાં ઝડપથી ફેલાઈ જવાની તાકાત ધરાવે છે. બ્રિટનમાં જે સ્ટ્રેન મળ્યો છે. તે મૂળ જીનેટિક મટેરિયલની સાથે તો છે. સાથે વધારે મજબૂત છે. આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના જણાવ્યા મુજબ, નવા પ્રકાર દક્ષિણપૂર્વ બ્રિટનમાં જોવા મળ્યો. ડિસેમ્બરમાં જ્યારે આ ભાગોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા. ત્યારે વૈજ્ઞાનિકોની આ બાબત પર નજર ગઈ હતી. ત્યારે ખબર પડી કે નવો વાયરસ દર્દીમાં સપ્ટેમ્બરથી સક્રિય હતો. નવા વાયરસને સ્ટડી કરી રહેલા વૈજ્ઞાનિકોએ જોયું કે કોરોના વાયરસ શરુઆતથી અત્યાર સુધી 23 વાર મ્યૂટેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યો છે. વચ્ચે ઘણા બધા મ્યૂટેશનમાં વાયરસ ખતરનાક નથી થયો. ત્યારે આ નવા પ્રકારના સંક્રમણની દ્રષ્ટિએ ઘણો ઘાતક મનાઈ રહ્યો છે.

 84 ,  1