દહેગામ: નગરપાલિકા દ્વારા નવા પ્રવેશદ્વારનું કરાયું લોકાર્પણ

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકામા આજે અષાડ સુદ ગુરૂપુર્ણીમાના પાવન પર્વ નિમિતે નગરપાલિકાના નવા પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે દહેગામના નગરપાલિકા પ્રમુખ બીમલભાઈ અમીન અને દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઈ શાહ અને નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જુનો નગરપાલિકાનો પ્રવેશદ્વારા ઔડા ગાર્ડનમા થઈને આવવાનો હતો. હવે તેના સ્થાને નવો પ્રવેશદ્વાર બનતા ઔડા ગાર્ડનની સુવીધાઓ હવે વધી જશે અને નગરપાલિકા આવવા જવા માટે આ નવો પ્રવેશદ્વાર ખુબ જ સુલભ બની જશે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી