September 23, 2020
September 23, 2020

પાકિસ્તાન જાસૂસી નેટવર્કનો પર્દાફાશ..! વધુ એક ISI એજન્ટની ધરપકડ

અત્યાર સુધી 3 ISI એજન્ટની NIAએ કરી ધરપકડ

ઉત્તર પ્રદેશના ચંદોલીથી લઇને ગુજરાતના કચ્છ સુધી ફેલાયેલા પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIના એક નેટવર્કનો ખુલાસો કરતા NIAએ આ મામલે પશ્ચિમી કચ્છમાં મુદ્રામાંથી વધુ એક  ISI એજન્ટ ઝડપાયો છે. કચ્છ પાકિસ્તાનની બોર્ડર અડતી હોવાને કારણે અહીંથી પાકિસ્તાનમાં જાસૂસી નેટવર્ક ચાલતુ હોવાના એક પછી એક પુરાવા હાથ લાગી રહ્યા છે ત્યારે NIA દ્વારા આ મામલે વધુને વધુ પર્દાફાશ થઈ રહ્યો છે.

NIAએ કચ્છમાંથી રઝાક કુંભાર નામના એજન્ટની ધરપકડ કરી છે. અત્યાર સુધી 3 ISI એજન્ટ ઝડપાઈ ચૂક્યા છે. આ એજન્ટ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતા હતા.

આ ઘટના ઉત્તર પ્રદેશના ચંદોલીથી રાશિદ નામના વ્યક્તિની ધરપકડ સાથે જોડાયેલો છે. રાશિદની ધરપકડ બાદ તપાસ દરમિયાન આ ખુલાસો થયો કે રાશિદ પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIના સંપર્કમાં હતો. સાથે એવી પણ ખબર પડી છે કે તેને ભારતમાં સંવેદનશીલ અને રણનીતિ રીતે મહત્વપૂર્ણ સંસ્થાઓની તસવીરો ISIને મોકલી હતી. રાશિદે સશસ્ત્ર દળની ગતિવિધિઓની સૂચના પણ પાકિસ્તાન સ્થિત ISIના હેન્ડલરો સાથે શેર કરી હતી.

આ કેસની તપાસ દરમિયાન NIAએ પશ્ચિમી કચ્છમાં મુદ્રામાં રહેતા રજાકભાઇ કુંભારના ઘરે રેડ કરી હતી. રજાક ભાઇ કુભારે રિઝવાન નામના એક વ્યક્તિને પેટીએમ દ્વારા તેના ખાતામાં 5000 રૂપિયા મોકલ્યા હતા. આ રકમને આગળ રાશિદને મોકલવામાં આવી હતી. આ કામ ISIના એજન્ટના આદેશ પર કરવામાં આવ્યુ હતું.

હવે NIA આ વાતની તપાસ કરી રહી છે કે રજાક ભાઇ કુભારે ક્યા વ્યક્તિના કહેવા પર રિઝવાનને પૈસા મોકલ્યા હતા. પછી રિઝવાન કોના આદેશ પર કામ કરે છે. NIA આ પુરા કેસની વિસ્તારથી તપાસ કરી રહી છે. NIAની યાદીમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓના નામ છે. NIA યુપી સહિત કેટલાક સ્થળો પર લોકો પર નજર રાખી રહ્યુ છે.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર