દેવગઢબારિયામાં હર્ષનો પ્રસંગ માતમમાં ફેરવાયો, એક સાથે ચાર લોકોના મોત

ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ 4 લોકોનાં શંકાસ્પદ મોત, 12 સારવાર હેઠળ

દેવગઢબારિયાના ભુલવણ ગામ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્ર્મમાં જમણવાર બાદ ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 12 લોકો ગંભીર છે જે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. આ અંગે પ્રાથમિક માહિતી પ્રમાણે, આ લોકોના મોત ફૂડ પોઇઝનિંગના કારણે થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, સાચું કારણ તો ફોરેન્સિક રિપોર્ટ આવશે તે બાદ જ જાણવા મળશે.

વિગત મુજબ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના ભુલવાણ ગામમાં એક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો જમવા માટે એકત્ર થયા હતા. અહીં ભોજન લીધા બાદ ચાર લોકોનાં શંકાસ્પદ મોત થયા હતા. જ્યારે 12 લોકોની તબિયત લથડતા તેઓેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક સાથે ચાર લોકોનાં મોત થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જો કે, મૃતકોનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ જાણી શકાશે.

ગામના મોટી સંખ્યામાં લોકોની આ રીતે તબિયત લથડતા ગામમાં પણ હાહાકાર મચી ગયો હતો. લોકોની તબિયત લથડતા તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેઓની સારવાર હાથ ધરી હતી. જો કે, ચાર લોકોનાં શંકાસ્પદ મોત થતા તેઓના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો. બીજી તરફ, જે લોકો આ પ્રસંગમાં હાજર રહ્યા હતા અને ભોજન લીધુ હતુ તેઓમાં પણ ભય વ્પાયેલો જોવો મળ્યો હતો.

હાલ ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ મોતનું સાચુ કારણ જાણવા મળશે. ત્યારે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ખાવા-પીવામાં કોઈ ઝેરી પદાર્થ આવી ગયો હોઈ શકે છે. જે બાદ ચાર લોકોનાં મોત થયા હતા અને અન્ય લોકોની તબિયત લથડી હતી.

 56 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી