દેશ વિરોધી થતી હિલચાલ પર સતત નજર રાખતા એકમાત્ર દરિયાઈ સીમાના જાંબાઝ રક્ષક.. ભારતીય તટ રક્ષક

વ્યમ રક્ષામઃ અમે દરિયાઈ સીમાના જાંબાઝ પ્રહરી

26/11 ના હુમલાને ફરી ન થવા દેવાના દ્રઢ નિર્ણય સાથે સજ્જ રહેતું ભારતીય તટ રક્ષક દળ

ભારતના દરિયા કિનારે ઘૂસણખોરી રોકવા અને દરિયામાં માછીમારી કરવા ગયેલ ભારતીય માછીમારોને બચાવવા માટે એક સેના જેમને દરિયાના પ્રખર પ્રહરી કહેવામાં આવે છે જે સતત પાણીમાં થતી હિલચાલ પર બાજ નજર રાખે છે જેમનું લક્ષ્ય છે વ્યમ રક્ષામઃ એટલે કે તમારી રક્ષા જી હા આ છે દરિયાના પાણીમાં ભારતની રક્ષા કાજે તત્પર રહેતું ભારતીય તટ રક્ષક દળ એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને તેના જાંબાઝ જવાનો…

જમીન અને આકાશમાં સજ્જ રહેનાર આર્મી અને એરફોર્સ સેના તો ભારતની શાન છે પરંતુ શું તમે જાણો છો ભારત અને ખાસ કરી ગુજરાતને મળેલ સૌથી લાંબા દરિયા કિનારામાં ઘુષણખોરો અને દાણચોરી રોકવા સાથે સાથે ભારતના માછીમારોની સુરક્ષા કરવાની સુરક્ષા કોણ સંભાળે છે? જી હા મિત્રો વ્યમ રક્ષામઃ એટલે કે અમે તમારી સુરક્ષા માટે ના ધ્યેય સાથે સજ્જ રહેતું ભારતીય તટ રક્ષક દળ એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. જેમની સાથે એક નાની સફર દ્વારા તેમના કાર્ય અને તેમના દ્વારા કરવામાં આવતા દેશની સુરક્ષા માટેના વિવિધ ઓપરેશનને નજીકથી ઝીણવટ ભરી માહિતી સાથે જાણવાનો અવસર પ્રાપ્ત થયો..

દેશમાં દુશ્મન કોઈ પણ રીતે ઘૂસણખોરી કરવા તત્પર બનતો હોય છે ત્યારે દરિયાઈ માર્ગે આ ઘોષણખોરી ને રોકવા દરિયાઈ સીમાના જાંબાઝ રક્ષક પોતાની બાજ નજરો દ્વારા દુશ્મનોને અસામાજિક પ્રવૃત્તિ, દાણચોરી અને ઘૂસણખોરી રોકવા 24 કલાક દરિયાના ઉછળતા મોજા વચ્ચે સક્રિય અને સજ્જ બની માં ભારતીની રક્ષા કાજે રક્ષા કરવા તત્પર રહેતા હોય છે.

સવાર હોય કે સાંજ દિવસ હોય કે રાત ઠંડી હોય કે ગરમી કે પછી હોય ભારે વરસાદ ગુજરાતના દરિયા કિનારા ને અડીને ને આવેલ નાપાક દેશ પાકિસ્તાનના કાળા કારનામાઓને નસતે નાબૂદ કરવા ભારતીય તટ રક્ષક દળ હંમેશા સજ્જ રહે છે અને દુશ્મનોના દાંત ખાટા કરે છે. એ તો ઠીક પરંતુ દરિયામાં માછીમારી કરવા ગયેલ ભારતીય માછીમારોની સુરક્ષા ની જવાબદારી સાથે દરિયામાં પ્રદુષણ રોકવાની પણ અગત્યની જવાબદારી તેઓ નિભાવે છે. અગમ્ય સાહસ, જાંબાઝ મનોબળ, સજાગ નજર, ગમે તેવી પરિસ્થિતિમાં લડવા તત્પર અને સજ્જ રહેતા જવાનો અને અધિકારીઓ તેમજ અત્યાધુનિક ટેકનોલોજી થી સજ્જ જહાજ, દુશ્મનોને પાછા ધકેલવા આધુનિક હથિયારોથી સજ્જ વિમાન અને હેલિકોપટર, હવાની ગતિ સાથે ચાલતી આધુનિક એરક્રાફ્ટ દ્વારા જેઓ દરિયાઈ સીમાની રક્ષાની જવાબદારી નિભાવે છે અને દુશ્મનોને તેમના દેશવિરોધી કાળા કરતૂતોને નષ્ટ કરી ભારતની દરિયાઈ સીમાની રક્ષા કરવાની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે તે શ્રેય આ ભારતીય તટ રક્ષકને ફાળે જાય છે જેના માટે ભારતના દરેક નાગરિક માટે ગર્વ સમાન છે. અમને ગર્વ છે દરિયાઈ સીમાના પ્રખર પ્રહરી ભારતીય તટ રક્ષક દળ માટે કે જેના થકી દેશની દરિયાઈ સુરક્ષા તેમના હાથોમાં છે. એક સલામ ભારતીય તટ રક્ષક કે નામ…

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી