September 25, 2020
September 25, 2020

લંપટ પાદરીએ વટાવી તમામ હદ..! સગીરાને વીડિયો કોલ કરીને કપડાં કઢાવી નગ્ન વીડિયો ઉતાર્યો..

અમરાઇવાડીની સગીરાને પ્રેમજાળમાં ફસાવી પાદરીએ નગ્ન વીડિયો ઉતાર્યો..

અમદાવાદમાં હવે બાળકીઓ, મહિલાઓ સુરક્ષિત નથી, દિવસને દિવસે અત્યાચાર, બળાત્કાર તેમજ છેડતીની ઘટનાઓ વધી રહી છે. છાસવારે છેડતી, રેપ તેમજ અત્યાચારની ઘટનાઓ સામે આવતી જ હોય છે ત્યારે વધુ એક શર્મજનક ઘટના સામે આવી છે. અમરાઇવાડી વિસ્તારમાં ચર્ચના પાદરીની ગંદી હરકત સામે આવી છે. પાદરીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, મોબાઇલમાં બિભત્સ ફોટા મેળવી, જબરદસ્તીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતો હોવાનો આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ચર્ચના પાદરીએ સગીરાને વીડિયો કોલ કરીને કપડાં કઢાવી લાઈવ વીડિયો કરવાનું પણ કહેતો હતો. પાદરીએ સગીરાનો નગ્ન વીડિયો પરિવારને મોકલીને બદનામ કરી મૂકવાની ધમકીઓ આપતો હતા. સમગ્ર ઘટનાની હકીકત સામે આવતા સગીરાએ માતા-પિતાને જાણ કરી હતી. સગીરાની પોલીસ ફરિયાદના આધારે અમરાઇવાડી પોલીસે પાદરી ગુલાબચંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમરાઇવાડીમાં રહેતી, ધો.11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 25 ડિસેમ્બર 2019ના રોજ પાડોશમાં રહેતી મહિલા સાથે રબારી કોલોની વિસ્તારમાં આવેલા કલેશિયા ચર્ચમાં ગઈ હતી. ચર્ચના પાદરી ગુલાબચંદે આ સગીરા સાથે વાતો કરી અને તેના માતા પિતાને પણ ચર્ચમાં લાવવાનું કહ્યું હતું. જોકે સગીરાએ ઘરે આ બાબતે કોઈ જાણ કરી ન હતી. થોડા દિવસો બાદ ગુલાબચંદના ભત્રીજાનો સગીરાના પિતા પર ફોન આવ્યો અને ચર્ચમાં બોલાવ્યા હતા. એક મહિના બાદ સગીરા માતા-પિતા સાથે ચર્ચમાં ગઈ હતી. ગુલાબચંદ સગીરાના ઘરે પણ આવ્યો હતો. થોડા દિવસ બાદ સગીરાના ઘરે ગુલાબચંદ તેના ભત્રીજાઓ સાથે આવીને ઢોલ નગારા સાથે ભજન કીર્તન કર્યા હતા.

ત્યાર બાદ લંપટ પાદરી સગીરના પિતાના ફોન પર કરી પીડિતા સાથે વાતો કરતો હતો. એટલું જ નહીં પાદરી ગુલાબચંદ કિસ કરતો ફોટો મોકલી આઈ લવ યુ નો મેસેજો કરતો હતો. ફરિયાદ મુજબ, જ્યારે સગીરા એકલી હોય ત્યારે તેને વીડિયો કોલમાં કપડા કાઢવાનું પણ કહેતો હતો. જો નહિ આપે તો બદનામ કરવાની ધમકી આપતો હતો. સાથે સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કહી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું.

જો કે આ સમગ્ર ઘટના સામે આવતા સગીરાના પિતાએ આરોપી પાદરીની સામે ગુનો નોંધી કડક કાર્યવાહીની માગ કરી હતી. તો બીજી તરફ પોલીસે આ મામલે લંપટ પાદરી ગુલાબચંદ સામે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

 135 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર