કોરોનાના કારણે ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે પાવાગઢ મંદિર

16 તારીખથી મંદિરના દરવાજા બંધ કરાશે, દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે

કોરોના મહામારીને લઇ ઇતિહાસમાં પહેલી વાર નવરાત્રિમાં પવિત્ર ધામ પાવાગઢ મંદિર બંધ રહેશે. 16 તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાશે. દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે.

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધી રહેલા વ્યાપને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને મંદિરને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8થી 10 લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઇ જવાની શક્યતા હોવાથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું ટુંક સમયમાં જ જાહેરનામુ બહાર પાડવામાં આવશે.

આ માથે ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની વેબસાઇટથી ભક્તો મા પાવાગઢવાળીના દર્શન કરી શકાશે. તો બીજી તરફ, નવરાત્રિને લઈ આવતા દર્શનાર્થીઓને વિવિધ જગ્યાઓ પર એલઇડીથી વર્ચ્યુઅલ દર્શન કરી શકાશે તેવી વ્યવસ્થા કરવામા આવશે. 

જણાવી દઇએ, આ પહેલા કોરોના મહામારીને પગલે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી માતાજીનું મંદિર બંધ રહ્યું હતું. જણાવી દઇએ, લોકડાઉનના 111 દિવસ બાદ મંદિર પાટ ખૂલ્યા હતા. જો કે ધીરે ધરે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું હતું.

ગત રવિવારના દિવસે ભાવિક ભક્તોની ભારે ભીડ એકઠી થઈ છે. પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે એકઠી થયેલ ભક્તોની ભીડને કારણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાયુ નથી. તો એકઠા થયેલા ભક્તો માસ્ક વિના જોવા મળ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે કોવિડ19ની ગાઈડલાઈનનો અભાવ જોવા મળ્યો હતો.

અંબાજી મંદિરમાં નવરાતત્રિ દરમિયાન દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે

રાજ્ય સરકારની સૂચના મુજબ કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને અંબાજી મંદિરમાં નવરાત્રિ દરમિયાન ગરબાનુ આયોજન કરવામા આવ્યું નથી, પરંતુ, નવરાત્રી દરમિયાન મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. નવરાત્રિ દરમિયાન 17 ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે 8થી 11:30, બપોરે 12:30થી 4:15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે.

દરેક યાત્રાળુઓએ ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝ અને સ્ક્રિનિંગ થયા પછી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે અને 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુના સિનિયર સિટીઝનને દર્શન કરવા માટે ન આવવા માટે મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે.

 64 ,  1