નવી રણનીતિ : કૃષિ કાયદા રદ ન થાય ત્યાં સુધી ચાલશે કિસાન આંદોલન

રાકેશ ટિકૈતની જાહેરાત – 2 ઓક્ટોબર સુધી નહીં પરંતુ કાયદા રદ થાય ત્યાં સુધી…

દિલ્હીની ત્રણ સીમા પર છેલ્લા 80 દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલનમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અગાઉ એવી જાહેરાત થઇ હતી કે 2 ઓક્ટોબર સુધી કાયદા રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલતું રહેશે પરંતુ કિસાન નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારનું કાયદા રદ નહીં ખેચવાનું કડક વલણ જોતા નવી રણનીતિ અપનાવી છે.

જે અહેવાલો મળી રહ્યા છે તે અનુસાર, રાકેશ ટિકૈતે તેમ જાહેર કર્યું કે હવે કિસાન આંદોલન 2 ઓક્ટોબર સુધી નહીં પરંતું કેન્દ્ર સરકાર જ્યાં સુધી ત્રણ વિવાદી કૃષિ કાયદા પરત નહીં ખેંચે ત્યા સુધી અમારૂ આંદોલન સતત ચાલતું રહેશે. તેનો મતલબ કે યુપી સરકાર અને કેન્દ્ર સરકારે કિસાન આંદેલન સંદર્ભે નવી રણનીતિ કે અક્શન પ્લાન બનાવવો પડે

એવા પણ અહેવાલ છે કે, કિસાનો દ્વારા દિલ્હી સુધી પદયાત્રા યોજવાની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત ચક્કાજામની જેમ હવે રેલ રોકો આંદોલન શરૂ કરવાનું પણ નક્કી થયું છે.

 91 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર