સંસદમાં પેગાસસ ફોન ટેપિંગ કેસનો પડઘો પડ્યો

IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ફોન ટેપિંગ મામલે આપ્યો ખુલાસો

દેશમાં એક આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા તરફથી ફોન ટેપિંગ અને જાસૂસી સંબધિત રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ આ મુદ્દે ઘમાસણ મચ્યું છે. સંસદમાં પણ આ મુદ્દે હોબાળો થયો હતો જેને પગલે લોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દે નિવેદન આપ્યું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ફોન ટેપિંગથી જાસૂસીનો આરોપ ખોટો ગણાવ્યો છે. સંસદના સત્રના એક દિવસ પહેલા પેગાસસ જાસૂસીનો રિપોર્ટ આવવો સંયોગની વાત નથી તેની પાછળ એક ષડયંત્ર હોવાનું લાગી રહ્યું છે.

કેન્દ્રીય આઈટી મંત્રીએ લોકસભામાં કહ્યું કે, ડેટાનું જાસૂસી સાથે કોઈ સંબધ નથી જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેના તથ્ય ગેરમાર્ગે દોરનારા છે અને તેમાં કોઈ દમ નથી. આ આરોપમાં કોઈ આધાર નથી આ અગાઉ પણ આરોપ લાગી ચૂક્યા છે. તેમજ વઘુમાં કહ્યું કે, એનએસઓ આવા આરોપને પહેલેથી જ ખારિજ કર્યો છે.

નોંઘનીય છે કે, આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો કે Pegasus સોફ્ટવેરના ઉપયોગથી ભારતમાં અનેક પત્રકારો, નેતાઓ અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યા છે. આ ખુલાસા બાદ રાજકીય માહોલ ગરમ છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી છે.

 56 ,  1