September 26, 2022
September 26, 2022

પ્રાંતિજમાં ભરાતાં વરસાદી પાણીથી જનતા પરેશાન, લેખિતમાં કરી રજુઆત…

પ્રાંતિજ વ્હોરવાડના માઢ બહાર રોડ ઉપર વરસાદમાં પાણી ભરતા લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલ વેઢવી પડે છે. આ અંગે સ્થાનિક રહીશોએ પાલિકાના ચીફ ઓફિસર સાહેબને લેખિત રજુઆત કરી, આ હાલાકી તાત્કાલીક ધોરણે નિવારવા માંગણી કરી છે. અહીં મોદી સ્ટ્રીટ-3, માઢ વિસ્તારની બહાર રોડ ઉપર થોડા વરસાદમાં પણ ભારે પાણી ભરાઈ જતાં અવર-જ્વરમાં લોકોને અસહ્ય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેના કારણે હાઈવે અથવા નગરપાલિકા તરફ જતા રાહદારીઓ અને અહીંયા આવેલ જ્ઞાનદીપ સ્કૂલ તથા સંસ્કાર વિદ્યાલયમાં ભણવા જતાં વિદ્યાર્થીઓને પણ વરસાદી માહોલમાં આ સ્થર ઉપર ભારે હાલાકી ભોગવવી પડે છે. વિધાર્થીઓના બુટ મોજાની સાથે યુનિફોર્મ અને બેગ પણ ખરાબ થાય છે.

સાઈથી વિકટ પ્રશ્ન…. જો અહિયાં વરસાદી પાણી ભરાઈ ગયું હોય ત્યારે રાહદારી અથવા વિદ્યાર્થી ગટરમાં પડે તો નગરપાલિકા કે નગરપાલિકા પ્રમુખ, કે પછી આરોગ્ય ચેરમેન, તેની જ્વાબદારી લેશે કે પછી ખો જ આપશે. વ્હોરવાડ વિસ્તારમાં આ ભરાઈ ગયેલા પાણીથી રોગ ચારો ફાટે તો અહિયાંના રહીશોનું શું… ?

હાલ તો નગરજનો દ્વારા આ અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. હવે પાલિકા આંગે સજાગ બનશે કે કેમ…? કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોશે. તે જોવાનું રહ્યું…

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી