પાકિસ્તાન જેને છેલ્લા 50 વર્ષથી શોધી રહ્યા છે તે વ્યક્તિને ભારત સરકારે પદ્મશ્રીથી કર્યા સન્માનિત

નામ સાંભળતા જ પાકિસ્તાની શાસકો અને સેનાને લાગી જાય છે આગ

બાંગ્લાદેશને પાકિસ્તાનના અત્યાચારોથી મુક્ત કરવામાં તેમના યોગદાન બદલ ભારત સરકારે પાકિસ્તાનની ચુનંદા પેરા- બ્રિગેડના ભૂતપૂર્વ સભ્ય અને હવે બાંગ્લાદેશના નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીરને સન્માનિત કર્યા છે. નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીરને જાહેર બાબતોમાં તેમના યોગદાન માટે પદ્મશ્રી એનાયત કરાયો છે.

લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીરએ વ્યક્તિ છે જેમને પાકિસ્તાન છેલ્લા 50 વર્ષથી શોધી રહ્યું છે. તેમનો ચહેરો જોતા જ પાકિસ્તાની શાસકો અને પાકિસ્તાની સેનાને આગ લાગી જાય છે ત્યારે ભારતે તેમને પદ્મશ્રી એનાયત કરી એ આગ પર ઘી હોમી દીધું એમ કહી શકાય.

કોણ છે લેફ્ટનન્ટ કર્નલ કાઝી ?

વર્ષ 1971માં પાકિસ્તાની સૈનિકો બાંગ્લાદેશમાં હજારોની હત્યા કરી. પાકિસ્તાની સૈનિકોએ હજારો બાંગ્લાદેશી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું. જેના કારણે બાંગ્લાદેશમાં પાકિસ્તાન સામે બળવો થયો તે સમયે કર્નલ ઝહીરે ભારતીય સૈનિકો સાથે મળીને પાકિસ્તાન સામે મોટું ઓપરેશન ચલાવ્યું હતું.

બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારે તેમની ઉંમર માત્ર 20 વર્ષ હતી. તે સમયે પાકિસ્તાને બાંગ્લાદેશ તરીકે દેશનો અવાજ ઉઠાવવા બદલ કાઝી સજ્જાદ અલી ઝહીર વિરૂદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. વોરંટ જાહેર થયાને આજે 50 વર્ષ થઈ ગયા છે અને બાંગ્લાદેશ પણ આઝાદીના 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીરને ભારતીય વીર પ્રતિક, વીરતા માટે વીર ચક્રની ભારતીય સમકક્ષ અને બાંગ્લાદેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન સ્વાધિનતા મેડલ પણ એનાયત કરાયેલ છે.

ગુપ્ત દસ્તાવેજો સોંપી પાક. સેનાની તોડી કમર

20 વર્ષની ઉંમરે કાઝી સજ્જાદ પાકિસ્તાના સિયાલકોટ સેક્ટરમાં આર્મીમાં એક યુવા અધિકારી હતી. પૂર્વ પાકિસ્તાનમાં ક્રૂરતા અને નરસંહારને જોતા તેમણે માર્ચ 1971માં ભારતમાં પ્રવેશ કર્યો હતો. સરહદ પાર કરતી વખતે તેમની પાસે માત્ર 20 રૂપિયા હતા.

શરૂઆતમાં તેમના પર પાકિસ્તાનિ જાસૂસ હોવાની શંકા હતી. તેમને પઠાણકોટ લઈ જવામાં આવ્યા જ્યાં તેમણે ભારતીય સેનાને ઘણા ગુપ્ત દસ્તાવેજો સોંપ્યા હતા. જેના કારણે તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની સૈનિકોની કમર તૂટી ગઈ હતી.

ભારતે પદ્મશ્રીથી કર્યા સન્માનિત

ભારત અને નવા બાંગ્લાદેશને મદદ કરવા માટે લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીરે પોતાનો જીવ જોખમમાં મૂક્યો એ વાતને ઓછો આંકી શકાય નહીં. લેફ્ટનન્ટ કર્નલ ઝહીરે પાડોશી દેશ બાંગ્લાદેશમાં પાકિસ્તાની સૈન્યના અત્યાચારો અને માનવ અધિકારોના ઉલ્લંઘનની ટોચ પર સેવા આપી હતી. જેના માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીરે પાકિસ્તાનમાંથી તેમના ભાગી જવાનું કારણ આપતા જણાવ્યું કે, જિન્નાહનું પાકિસ્તાન કબ્રસ્તાન બની ગયું હતું. તેમની સાથે બીજા વર્ગના નાગરિકો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો જેમને કોઈ અધિકારો નહોતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી