અમદાવાદ : મસ્જિદમાં શંકાસ્પદ લોકો છુપાયાની માહિતી મળતા પોલીસ થઇ દોડતી

કંઈ પણ શંકાસ્પદ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો

શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ મસ્જિદે ફાતિમા મસ્જિદમાં કેટલાંક શંકાસ્પદ લોકો છુપાયા હોવાની તેમજ વસ્તુ હોવાનો કંટ્રોલ મેસેજ મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ મસ્જિદ પાસે પહોંચ્યો હતો. પોલીસે મસ્જિદમાં જઈને તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે મસ્જિદના આસપાસનાં લોકેશન પર તપાસ કરી હતી. ફેક મેસેજથી આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા.

સૌથી પહેલા સરસપુરમાં મસ્જિદમાં શંકાસ્પદ લોકો છુપાયા હોવાની માહિતી મળી હતી, શંકાસ્પદ લોકો હોવાની માહિત મળતી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને પોલીસ વિભાગ દ્વારા કન્ટ્રોલ રૂમને જાણ કરીને વધુ પોલીસ કાફલાની મદદ માંગવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે તપાસ કરતા માસ્જિદમાંથી કઇ મળી આવ્યું નહતું. સમાચાર ફેક હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

અમદાવાદના કન્ટ્રોલ રૂમ પર મેસેજ આવ્યો હતો કે, ‘સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમાં અજાણ્યા માણસો છુપાયા છે.’ સવારે 11 વાગ્યાની આસપાસ કન્ટ્રોલ રૂમ પર મેસેજ મળ્યો હતો કે, ‘સરસપુર પોલીસ સ્ટેશનની બે અલગ અલગ મસ્જિદમાં કોઈ અજાણ્યા શખ્સો અલગ પ્રકારની ભાષા બોલી રહ્યા છે અને અંદર ઘૂસી રહ્યાં છે.’ ત્યારે મેસેજ મળતા જ શહેર કોટડા પોલીસે બંને મસ્જિદોમાં તપાસ શરૂ કરી હતી. મેસેજ મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

જોકે, તપાસના અંતે બંને મસ્જિદમાંથી કંઈ જ શંકાસ્પદ વસ્તુ અને વ્યક્તિ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ લોકોની શંકાનુ સમાધાન થયુ હતું. તેમજ કોઈ અનિશ્ચિનીય બનાવ ન બને તે માટે વધુ તપાસ પણ કરશે. 

નોંધનીય છે કે, અમદાવાદમાં આતંકી હુમલાની દહેશતને લઇને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. શોપિંગ મોલમાં સુરક્ષા વધારવાને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. મોલમાં આવતા તમામ વાહનોના ઊંડાણ પૂર્વક તપાસ કરવી. મોલમાં આવતા તમામ લોકોના સમાન અને વ્યક્તિને સ્કીનિંગ કર્યા વગર પ્રવેશ ના આપવો. મોલનાં એન્ટ્રી એકઝિટ પર આધુનિક કેમેરા કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે. આ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડને રાખવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી