RBIની બેઠક અને ઓમિક્રૉનની ખબરો નક્કી કરશે બજારની ચાલ
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થઈ રહી છે. ત્રણ દિવસ સુધી ચાલવાવાળી આ બેઠકમાં 8 ડિસેમ્બરે પરિણામ આવશે. કોરોનાના ન્યૂ વેરિયન્ટ ઓમિક્રૉનના કારણે આ મહત્વની માનવામાં આવશે. એટલું જ નહી બેઠકમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી દેખાતી. જેનું કરણ છે કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રૉન. વિશ્વભરના બજારોમાં પણ ભારે અસર જોવા મળી છે.
ગઈ બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે પહેલાની જેમ 4 ટકાના દરે યથાવત રાખ્યો હતો. એ જ રીતે, રિવર્સ રેપો રેટ પણ 3.35 ના દરે યથાવત.
રેપો રેટ એ દર છે કે જેના પર દેશની કેન્દ્રીય બેન્ક (ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) ભંડોળની કોઈ અછત હોય તો વ્યાપારી બેંકોને લોન આપે છે. મોનિટરી ઓથોરિટી દ્વારા મોંઘવારીને નિયંત્રિત કરવા માટે રેપો રેટનો ઉપયોગ કરવામાં આવે છે. રેપો રેટમાં ઘટાડો બેંકોની લોન સસ્તી બનાવે છે. જેમ કે હોમ લોન, વાહન લોન વગેરે.
રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર દેશની કેન્દ્રીય બેંક (ભારતીય રિઝર્વ બેંક) દેશની અંદર આવેલી વ્યાપારી બેંકો પાસેથી લોન લે છે. તેનો ઉપયોગ દેશમાં નાણાં પુરવઠાને નિયંત્રિત કરવા માટે થઈ શકે છે.
51 , 1