રાજ્યમાં મિશ્ર ઋતુના અહેસાસ વચ્ચે માવઠાની શક્યતા

બપોરે તાપમાનનો પારો 32 ડિગ્રી સુધી પહોંચતા ગરમીનો અહેસાસ

14મી સુધી રાજ્યમાં વાદળછાંયુ વાતવરણ સર્જાવાની વકી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું જોર ઘટી ગયું છે અને મહત્તમ તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. જેના કારણે મિશ્ર ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે, ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે વાતાવરણમાં પલટા દરમિયાન કમોસમી વરસાદ પણ પડી શકે છે. 14 ફેબ્રુઆરી સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં બે વખત કમોસમી વરસાદ પડી ચૂક્યો છે. હવે ફરીથી જો કમોસમી વરસાદ એટલે કે માવઠું થશે તો ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે, આજથી વાતાવરણમાં પલટો આવશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહશે. આ દરમિયાન છૂટા છવાયા વરસાદી છાંટા પડી શકે છે. 12થી 14 ફેબ્રુઆરી સુધીમાં જો વાદળો વધુ ઘેરાશે તો માવઠું થઈ શકે છે. આગાહી પ્રમાણે 12 ફેબ્રુઆરી સુધીમાં વધુ વાદળો આવવાની શક્યતા છે. આ દરમિયાન જો વાદળો વધુ ઘેરાશે તો 14 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થવાની શકયતા છે. વાતાવરણમાં પલટો અને માવઠાના કારણે ઉભા કૃષિ પાકને નુકસાન થઈ શકે છે. આથી કૃષિ પાક માટે સંરક્ષણના પગલાં લેવા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે. ફરીથી માવઠાની ભીતિ વચ્ચે જગતનો તાત ચિંતામાં ગરક થઈ ગયો છે. કારણ કે હાલ શિયાળું પાક લેવાની સિઝન ચાલી રહી છે. એમાં જો તૈયાર પાક પર વરસાદ પડે તો તેનાથી મોટું નુકસાન થઈ શકે છે. આમ પણ આ વર્ષ ચોમાસામાં વધારે વરસાદને પગલે અનેક ખેડૂતો પાયમાલ બની ગયા હતા. બીજી તરફ રાજ્યમાં ઉત્તર અને ઉતર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે.

હવામાન વિભાવ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બેથી ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે જ રાજ્યમાં ઠંડીનું જોર ઘડશે. આજે પણ રાજ્યના વિવિધ શહેરના મહત્તમ તાપમાન 30 ડિગ્રીની ઉપર રહેતા દિવસે ગરમી વર્તાઇ હતી. જ્યારે લઘુતમ તાપમાન 12થી 15 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડી વર્તાઇ હતી.

રાજ્યના વિવિધ શહેરના લઘુતમ

 • તપામાન
 • અમદાવાદ 13
 • ડીસા 12.7
 • વડોદરા 12.8
 • રાજકોટ 15.4
 • રાજકોટ 15.4
 • કેશોદ 13.2
 • વેરાવલ 17.4
 • નલિયા 11.8
 • સુરેન્દ્રનગર 15.8
 • અમરેલી 14.2
 • ગાંધીનગર 10
 • મહુવા 13.3
 • વલસાડ 10.5

 16 ,  1