મંદીનો મારઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રમુખે વૈશ્વિક અર્થતંત્રને લઇ ચિંતા વ્યકત કરી…

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનાં પ્રમુખ ક્રિસ્ટીના જ્યોર્જિવાએ કહ્યું હતું કે દુનિયાના 90 ટકા દેશોમાં મંદીના અણસાર વર્તાઇ રહ્યા છે. વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલું ટ્રેડ વૉર (વ્યાપારી ખેંચતાણ) વૈશ્વિક અર્થતંત્રને આર્થિક મંદી તરફ ધકેલી રહ્યું છે. એની પ્રતિકૂળ અસર ભારતમાં પણ વર્તાશે.

તેમણે કહ્યું, ભારત અને બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોમાં આ વરસે મંદીની અસર વર્તાશે. છેલ્લાં થોડાં વરસોથી સતત આર્થિક વિકાસ કરી રહેલા ચીનમાં પણ વૃદ્ધિ દર ઘટતો જઇ રહ્યો છે. અમે કરેલા સર્વેમાં જોવા મળ્યું હતું કે વિવિધ દેશો વચ્ચેના ટ્રેડ વૉરના પગલે અર્થવ્યવસ્થાને પ્રતિકૂળ અસર થઇ રહી હતી.
સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર સામે સૌથી મોટો અસરકારક પ્રશ્ન પર્યાવરણનો છે. પર્યાવરણની અસર સમગ્ર માનવજીવન પર પડી રહી હતી. એ માટે કાર્બન ટેક્સમાં વધારો કરવાની જરૂર જણાય છે. આવતા સપ્તાહે વૈશ્વિક બેંક અને આઇએમએફની વાર્ષિક બેઠક છે. તેમાં આ અંગે નિર્ણય લેવાશે.

જ્યોર્જિવાએ ભારપૂર્વક કહ્યું હતું કે દુનિયાનું 90 ટકા અર્થતંત્ર આ વરસે મંદીની પકડમાં આવી જાય એવી દહેશત છે. એને માટે બીજાં પણ કેટલાંક કારણો છે. અમારા સર્વે અને સંશોધનના આખરી આંકડા અમે 15મી ઑક્ટોબરે જાહેર કરીશું. આ પહેલાં આઇએમએફએ ગ્લોબલ ગ્રોથ રેટ 3.2 ટકા અને 2020માં ગ્રોથ રેટ 3.5 ટકા રહેશે એવી જાહેરાત કરી હતી.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી