વિસનગર: ન.પા.પ્રમુખ,સમિતિઓના ચેરમેનો તથા સભ્યો ભાજપમાં જોડાયા

ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ તથા વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’કોબા, ગાંધીનગર ખાતે મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનો તથા સભ્યો સત્તાવાર રીતે ભાજપામાં જોડાયા હતાં.

મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલીકામાં વિકાસ મંચના નામથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી વિજેતા બનેલ વિસનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ગાવિંદભાઇ પટેલ, સ્ટાફ સીલેક્શન સમિતિના ચેરમેન કામીનીબેન પટેલ, સ્વચ્છતા કમિટિના ચેરમેન દમયંતીબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મીબેન બારોટ, વિસનગર નગરપાલિકાના સભ્યઓ ભરતભાઇ પટેલ, જગદીશભાઇ ચૌહાણ તથા આશાબેન પ્રજાપતી આજરોજ ભાજપાનો કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત્ રીતે જોડાયા હતા.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ જણાવ્યુ હતુ કે, ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાનને વધુ અસરકારક રીતે આગળ લઈ જવા માટે ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાઓ સતત કાર્યરત છે. સંગઠન પર્વ – સદસ્યતા વૃધ્ધિ અભિયાન એ જનજન સાથે સંપર્ક થકી સૌને ભાજપા સાથે જોડી ભાજપાના રાષ્ટ્રવાદી-વિકાસવાદી વિચાર વધુ સુદ્રઢ બનાવવા માટેનું પર્વ છે. સતત ૧૯૯૫ થી અવિરતપણે ભાજપા પર ગુજરાતની જનતાએ વિશ્વાસ મુક્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાએ તમામ ૨૬ બેઠકો પર ૨૦૧૪ કરતા પણ વધારે માર્જીનથી વિજય અપાવ્યો છે ત્યારે ગુજરાતની જનતાનો ભાજપા તરફી અપાર પ્રેમ પ્રદર્શીત થાય છે. ભાજપા સંગઠન વતી વિવિધ ક્ષેત્રોમાંથી ભાજપામાં જોડાઇ રહેલ સૌ કોઇનું સ્વાગત કરું છું.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી