આ ચાની ચુસ્કીનો ભાવ છે માત્ર 99,999….

આસામમાં મોંઘામાં મોંઘી ચાનો ભાવ જાહેર થયો-ખરીદવી છે?

આસામના દિબુ્રગઢ જિલ્લામાં મંગળવારે યોજાયેલી એક હરાજીમાં એક કિલો ચાના ભાવે તમામ રેકોર્ડબ્રેક કર્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કંઈ ચા છે જે આટલી મોંઘી વેચાઈ. ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર (GATC) ખાતે ગઈકાલે એક કિલો ગોલ્ડન બટરફ્લાય ટી રેકોર્ડ 99,999 રૂપિયામાં વેચાઈ હતી. તેની ચાને ‘મનોહરી ગોલ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે.

‘મનોહરી ગોલ્ડ ટી’ એ મંગળવારે ગુવાહાટી ટી ઓક્શનમાં પોતાનો જ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો. ગયા વર્ષે એક કિલો આ ચા 75 હજાર રૂપિયામાં વેચાઈ હતી. ડિબ્રુગઢ જિલ્લાની આ ચા ગુવાહાટી સ્થિત જથ્થાબંધ વેપારી સૌરભ ટી ટ્રેડર્સે ખરીદી હતી. જેણે રેકોર્ડ 99,999 રૂપિયામાં એક કિલોની બોલી લગાવી.

દેશ-વિદેશના સમજદાર અને બૌધ્ધિક લોકો દ્વારા થતી ખપતને ધ્યાનમાં લેતાં અને તેઓ તરફથી આવતી માંગને આધારે અમે આ પ્રકારની પ્રિમિયમ ક્વાલિટિની સ્પેશિયલ્ટિ ચ્હાનું ઉત્પાદન કરીએ છીએ એમ મનોહર ટી એસ્ટેટના રંજન લોહિયાએ કહ્યું હતું. એકદમ ચકચકિત અને પીળા પાનમાંથી બનાવેલી ચ્હા પીધા પછી મનને અનેરી તૃપ્તિ આપે છે અને આરોગ્યને પણ ઘણા લાભ કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે 2019ના જુલાઇ મહિનામાં ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર ખાતે યોજાયેલી હરાજીમાં મનોહરી ગોલ્ડ ચ્હાનો પ્રતિ કિલો ભાવ રૂ. 50,000 બોલાયો હતો, જે તે સમયે અગાઉની તમામ હરાજીઓમાં બોલાયેલા ભાવની તુલનાએ સૌથી વધુ ભાવ હતો. તે સમયે રૂ. 50 હજારના ભાવે એક રેકોર્ડ સર્જ્યો હતો.

જો કે એક મહિનામાં જ તે રેકોર્ડ તૂટી ગયો હતો કેમ કે અરૂણાચલ પ્રદેશની દોની પોલો ટી એસ્ટેટ કંપનીએ તેની ગોલ્ડન નિડલ્સ ચ્હા પ્રતિ કિલો રૂ. 75000ના ભાવે વેચી હતી અને આસામની દિકોન ટી એસ્ટેટ કંપનીએ પણ તેની ગોલ્ડન બટરફ્લાય બ્રાન્ડની ચ્હા પ્રતિ કિલો રૂ. 75 હજારના ભાવે વેચી હતી.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી