ડાકોર મંદિરનો પૂજારી દારૂની બોટલો સાથે ઝડપાયો

દમણથી આવતી કાર અટકાવી તલાશી લેતા દારૂની 4 બોટલ મળી આવી

પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન ડાકોર રણછોડરાય મંદિરના પૂૂજારીને 9 હજારની કિંમતની ચાર બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ સાથે 7 લાખની કાર પણ કબજે કરી હતી.

પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ દમણથી આવતી કાર અટકાવી તલાશી લેતા કારમાંથી દારૂની ટીચર્સ, પાસપોર્ટ સ્કોચ, બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઈટની 4 બોટલ મળી હતી. કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ખંભોળજા ડાકોરનો રહીશ છે. પોલીસે પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ, પાર્થ ખંભેળજા ડાકોરનાં રણછોડરાય મંદિરનાં વારસદાર સેવક પરિવારનો પુત્ર છે. કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પારડી પોલીસે ડાકોર રણછોડરાય મંદિરના વાપરસદાર સેવક પરિવારના પાર્થ ખંભેળજાને 9 હજારની કિંમતની ચાર બોટલ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ સાથે 7 લાખની કાર પણ કબજે કરી હતી. પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ દમણથી આવતી કાર અટકાવી તપાસી લેતા કારમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની 4 બોટલ મળી હતી.

જોકે પાર્થ ડાકોર ખાતે આવેલા રણછોડરાય મંદિરનો પૂજારી હોવાની વિગત પછીથી બહાર આવી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પાર્થ દમણની સહેલગાહે આવ્યો હતો અને ત્યાંથી કારમાં દારૂ લઈ જતો હતો.

 87 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર