સુરત : વડાપ્રધાન તેમજ CM રૂપાણીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સહાયની કરી જાહેરાત

ઓવરટેક કરવાના ચક્કરમાં ટ્રકે ફુટપાથ પર સૂતેલા શ્રમજીવીઓને કચડી માર્યા, 15ના મોત

PM મોદી, CM રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું, 2-2 લાખ સહાયની કરી જાહેરાત

સુરતના કીમ-માંડવી રોડ પર કોસંબામાં બેકાબૂ બનેલી ટ્રકે રસ્તાની બાજુમાં સૂતા 15 શ્રમજીવીઓને કચડી નાખ્યા હતા. ઘટના મોડી રાતે બની હતી. અહીં પાલોદ ગામની સીમમાં હાઈવે પર પૂરપાટે આવી રહેલ ટ્રક ચાલકે ઓવરટેક કરવાના ચક્કરમાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી દીધી હતી. ટક્કરને કારણે ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને તેના કારણે ફુટપાથ પર સૂતેલા શ્રમજીવીઓ પર ટ્રક ચડાવી દીધી હતી. આ ઘટાનામાં 15 શ્રમજીવીઓના મોત થયા છે. જ્યારે પાંચ લોકોની હાલત ગંભીર છે. તમામ ગંભીર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં ગઈ રાત્રે ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવી ને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદીએ પણ આ ગોઝારી ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે. મજૂરોના કરૂણ મોત નીપજ્યા તે અંગે દુ:ખ વ્યક્ત કરી તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તે માટે ઇશ્વરને પ્રાર્થના. તો સાથે જ પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. 

પીએમઓ દ્વારા મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય કરવામાં આવશે. તો સાથે જ ઈજાગ્રસ્તોને 50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે. 

 237 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર