કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલિ અર્પી વડાપ્રધાન કેવડિયા કોલોની જવા રવાના

કનોડિયા બંધુઓની તસવીર જોઈને પીએમ બોલ્યા,  બંને ભાઈ અમર થઈ ગયા 

ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોજી અમદાવાદ એરપોર્ટથી કેશુભાઈ પટેલના ધરે જઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાદમાં કનોડિયા બંધુ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને પણ શ્રદ્ધાંજલિ આપી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

મોદી કેવડિયા ખાતે જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન સહિત 17 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 9 પ્રોજેક્ટ જેટ્ટી અને બોટિંગ નેવિગેશન ચેનલ, નવો ગોરાબ્રિજ, ગરુડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટૂરિઝમ, સરકારી વસાહતો, બસ ટર્મિનસ તથા હોમ સ્ટે પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકની જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનિટની રાઇડમાં પણ બેસશે.

કેવડિયા એક અબજ લાઇટોથી ઝળહળી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યૂ આસપાસના 25 કિલોમીટર સુધીના વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલી ડેકોરેટિવ લાઇટિંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઇન કરાયેલી ડેકોરેટિવ લાઇટિંગનું પણ ઉદઘાટન કરશે. 4 નવા પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, એસઆરપી ક્વાર્ટર્સ તેમજ પાંચ ગામના અસરગ્રસ્તોને વસાવવા માટેનાં 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાન્યાસ કરશે.

એરપોર્ટથી તેઓ સીધા જ કેશુભાઈના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. તેઓએ સૌથી પહેલા કેશુબાપાની તસવીરને પ્રણામ કર્યા હતા. અહી તેઓએ કેશુભાઈના પરિવારજનો સાથે થોડી વાતચીત કરી હતી. રાજનીતિમાં કેશુભાઈ તેમના માર્ગદર્શક બની રહ્યા હતા. વર્ષો સુધી તેઓએ સાથે કામ કર્યું હતું. ત્યારે પોતાના ગુરુ એવા કેશુભાઈને તેઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. કેશુભાઈના દીકરી સોનલબેન દેસાઈએ પીએમ મોદીની આ મુલાકાત વિશે કહ્યું કે, પરિવારના વડીલ તરીકે અમારા વચ્ચે આવ્યા હતા. અમારી સાથે બેસી દિલસોજી વ્યક્ત કરી. છેલ્લા સમયની સ્થિતિ કેવી હતી તે સંસ્મરણો વાગોળ્યા હતા. જ્યારે કેશુબાપાન કોરોના થયો હતો ત્યારથી તેઓ સતત સંપર્કમાં હતા. કોવિડમાંથી મુક્ત થયા બાદ તેમની સ્થિતિ અંગે પણ તેઓએ પૂછપરછ કરી હતી. અમારી વચ્ચે આવી શ્રદ્ધાંજલિ આપી તે બદલ તેમનો આભાર છે. 

કનોડિયા બંધુઓની તસવીર જોઈને પીએમ બોલ્યા,  બંને ભાઈ અમર થઈ ગયા 

કેશુબાપાના નિવાસસ્થાનેથી નીકળીને પીએમ મોદી સીધા જ કનોડિયા પરિવારમાં પહોંચ્યા હતા. જ્યાં હિતુ કનોડિયાએ અશ્રુભીની આંખે પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને જોઈને હિતુ કનોડિયાના આઁખ ભીની થઈ ગઈ હતી. અહી પીએમ મોદીએ કનોડિયા બંધુઓની તસવીરોને નમન કર્યું હતુ. કનોડિયા પરિવારમાં બંને ભાઈઓની તસવીરો લગાવવામાં આવી હતી. ત્યારે આ વિશે હિતુ કનોડિયાએ મીડિયાને જણાવ્યું કે, દુખની ઘડીએ પીએમ મોદી તેમના ઘરે આવ્યા એ અમારા માટે મહત્વનું છે.   જ્યાં પીએમ મોદી ગુજરાતમાં હતા, ત્યારે કનોડિયા બંધુઓ સાથે ભાઈ જેવી લાગણી વ્યક્ત કરતા હતા. તસવીર જોઈને પીએમ મોદીએ કહ્યું કે, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા.’ પીએમ મોદી અમારા ઘરે આવ્યા તે અમારા માટે ગર્વની વાત છે. તો પીએમ મોદીએ હિતુ કનોડયા અને તેમના માતા સાથે વાતચીત કરીને દિલસોજી વ્યક્ત કરી હતી. 

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર