મજબૂત નેતા- મજબૂત હાઇવે- મજબૂત વિમાન.., મુમકીન હૈ..

હાઇવે પર વિમાન ઉતારીને મોદીએ પૂરવાર કર્યું..

દેશની સુરક્ષા માટે પણ કામમાં આવશે હાઇવે..

જ્યારે મહિલાઓએ 72 કલાકમાં રન વે બનાવ્યું..

દિલ્હી-મુંબઇ હાઇવે ઉપર પણ આ જ રીતે વિમાન ઉતરશે..

યુપીમાં ભાજપને ફરી સત્તા- ટાઇમ્સ નાઉનો સર્વે

અખિલેશ વિપક્ષના નેતા, માયાવતી ત્રીજા નંબરે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ભૂજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા. અજય દેવગન, સોનાક્ષીસિંહા અને સંજયદત્તને ચમકાવતી આ ફિલ્મ તેના નામ પ્રમાણે ગુજરાતના કચ્છમાં આવેલ ભૂજને સંબંધિત જ છે. કચ્છની ધીંગી ધરા પોતાના સમયકાળમાં જેમ ધોળાવીરા જેવા પ્રાચીન સભ્યતાઓને સાચવીને બેઠી છે તેમ તેમાં એક એવી ગાથા પણ ધરબાયેલી હતી કે જેની સામાન્ય જનમાનસમાં ભાગ્યે જ કોઇ નોંધ લેવાઇ હશે.

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાએલા યુધ્ધમાં ભારતની જબ્બરજસ્ત જીત થઇ હતી. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કરીને આજનું બાંગ્લાદેશ બનાવ્યું હતું. બાંગ્લાદેશ ભારતનું ઋણ ભૂલી ગયું હોય તેમ તાજેતરમાં જ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલાઓ થયા. 1971ના યુધ્ધમાં 8 ડિસેમ્બરના રોજ ગુજરાતના ભૂજ એરફોર્સની હવાઇપટ્ટીને દુશ્મન દેશના વિમાનોએ ભારે નુકશાન પહોંચાડ્યુ હતું અને જો તાત્કાલિક નવી હવાઇપટ્ટી ન બને અથવા નુકશાન પામેલ હવાઇપટ્ટીનું સમારકામ ન થાય તો ભારતના વિમાનો ઉતરી ન શકે અને ભૂજ પર પાકિસ્તાનનો કબ્જો થઇ જાય તેમ હતું….

ભૂજ એરફોર્સના તે વખતના ફરજ પરના અધિકારી વિજય કર્ણિકે જાનના જોખમે નજીકના માધાપુરની સ્થાનિક સંખ્યાબંધ મહિલાઓની મદદ લઇને 72 કલાકમાં ભૂજની હવાઇપટ્ટીને ફરી બનાવીને હવાઇપટ્ટીની આજુબાજુ ફાનસો ગોઠવીને રાતના સમયે ભારતના લડાકૂ વિમાનોને ઉતરવામાં મદદ કરી અને સમયસર ભારતના લડાકૂ વિમાનો એક સાથે ઉતર્યા અને દુશ્મન દેશોના વિમાનોને તથા ટેંકોનો કચ્ચરઘાણ કાઢીને સફળતા મેળવી હતી.

ભૂજની એ ઐતિહાસિક ઘટના પરથી બનેલી ફિલ્મ કેટલા ગુજરાતીઓએ જોઇ હશે..! ન જોઇ હોય તો કમસેકમ ટ્રેલર જુવે તો પણ આખી ફિલ્મ જોવાનું મન થાય અને ગુજરાતની ભૂજની તે સમયની ગ્રામિણ મહિલાઓએ જાનના જોખમે હવાઇપટ્ટી બનાવવામાં જે મદદ કરી તેની કદર વર્ષો પછી પછી એક ફિલ્મના માધ્યમથી થઇ છે.

આ ફિલ્મનો ઉલ્લેખ એટલા માટે તે સમયની કપરી પરિસ્થિતિ અને આજે નયા ભારત એવુ બન્યું છે અને બની રહ્યું છે કે ભારતના દમદાર અને કદાવર તથા લોકપ્રિય વડાપ્રધાન માલવાહક મોટા વિમાનમાં બેસીને યુપીના એક નવનિર્મિત હાઇવે પર ઉતરે છે અને ભારતના વર્તમાન ઇતિહાસમાં એક નવુ પ્રકરણ ઉમેરાઇ જાય છે…!

એમ કહેવાય કે આવુ તો મોદી જ કરી શકે… 2018માં યુપીના પૂર્વાંચલ પ્રદેશમાં 341 કિ.મી. લાંબા એકસ્પ્રેસ હાઇવેનો શિલાન્યાસ થયો અને 2021માં તેને મોદીના હાથે ખુલ્લુ મૂકીને એ હાઇવે એટલુ મજબૂત બનાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં કટોકટી કે યુધ્ધના સમયે ફાઇટર જેટ વિમાન કે રફાલ વિમાનને એરપોર્ટ સિવાયના અન્ય સ્થળે ઉતરવાની ફરજ પડે તો આ હાઇવેનો ઉપયોગ કરી શકે. વિમાનો માત્ર એરપોર્ટ પર જ ઉતરી શકે એવુ હવે રહ્યું નથી. ભારતે એવા હાઇવે બનાવ્યા છે કે તેના ઉપર ફાઇટર પ્લેન સહેલાઇથી ઉતરી શકે અને યુધ્ધ જેવી સ્થિતિમાં કોઇપણ સંકટને પહોંચી વળે.

વડાપ્રધાન મોદી એક વિઝનરી પીએમ છે. ગુજરાતના સીએમ તરીકે તેમણે જ દેશ અને દુનિયાને સરદારસાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને પૂરવાર કર્યું કે મન હોય તો માળવે જવાય…જહા ચાહ વહાં રાહ…અને યુપીમાં વિરોધીઓ રાહ જોતા રહી જશે અને મોદીના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને બહુમતિ મળી ગઇ હશે…. ટાઇમ્સનાઉ મિડિયાનો એક તાજો સર્વે જણાવે છે કે યુપીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 403માંથી 239થી 245 બેઠકો મળશે. જે બહુમતિ કરતાં વધારે છે. એટલે ભાજપ ફરી સત્તા મેળવશે. અખિલેશ યાદવની સપાને 119થી 125, બસપાને 28થી 32 અને કોંગ્રેસને માત્ર 5થી 8 બેઠકો જ મળશે. ટાઇમ્સનાઉની જેમ અન્ય મિડિયા દ્વારા પ્રિ-પ્રિ ઇલેકશન સર્વે શરૂ થયા છે એ તમામ યુપીમાં ભાજપની સરકાર બનતી દર્શાવે છે.

શક્ય છે કે સર્વેમાં લોકો યુપી સરકારે કરેલી પ્રજાલક્ષી કામગીરી વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મંતવ્ય આપતા હોય કે, કોઇ કુછ ભી કિતના ભી જોર લગા લે આયેગા તો મોદી હી…! 2017માં ભાજપને મોદીના નેતૃત્વમાં 403માંથી 312 બેઠકો મળી હતી. આ વખતે મિડિયા સર્વે ગઇ વખત કરતાં ઓછી બેઠકો દર્શાવે છે પણ સરકાર તો ભાજપની જ ફરી બનશે…

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી