September 21, 2020
September 21, 2020

સુરત : પાટીદાર અગ્રણીએ કર્યો આપઘાત : PI તેમજ 4 પોલીસ કર્મી સહિત 11 સામે ગુનો નોંધાયો

PI બોડાણા 4 પોલીસકર્મી સહિત 11 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પાટીદાર અગ્રણી તેમજ કરોડપતિ ક્વોરી માલિકે જમીન વિવાદ મામલે ક્વોરીની ખીણમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર મૃતકે એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં રાંદેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, રાઇટર, પોલીસ સ્ટાફ સહિત 11 લોકોના નામ લખી આપઘાત પાછળ જવાબદાર ઠેરવ્યા હતા.

તમામ આરોપીઓ 24 કરોડની જમીન લખી આપવા માટે છેલ્લા 8 મહિનાથી હેરાન કરતા હતા. જેથી છેલ્લા 6 મહિનાથી માનસિક તણાવમાં આવી જતા પાટીદાર આગેવાને અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે પોલીસે રાંદેર પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, 4 પોલીસકર્મી સહિત 11 આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ સુરતના રાંદેર ખાતે આવેલી સુર્યપૂર સોસાયટીમાં રહેતા હતા. તેઓએ પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન તારીખ 17-03-14ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી. આ જમીન બાબતે જમીન લેનાર વ્યક્તિને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હતી. આ તમામ કેસ ઉકેલાયા બાદ જાન્યુઆરી, 2020માં રાંદેર પોલીસ સ્ટેશનના PIએ દુર્લભભાઈ તેમજ તેમના દીકરાને પોલીસ સ્ટેશન બોલાવીને દબાણ કરી જમીન લખી આપવા ધમકી આપતા હતા. આ બાબતે રાતોરાત લખાણ કરાવી લીધું હતું.

જમીન મામલે લખાણ કરાવ્યા બાદ દુર્લભભાઈએ બાકીના નીકળતા પૈસા માંગ્યા હતા. આરોપીઓ આ પૈસા આપી રહ્યા ન હતા તેમજ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. આ જ કારણે દુર્લભભાઈ છેલ્લા છ મહિનાથી તણાવમાં જીવી રહ્યા હતા. આખરે તેમણે તમામ લોકોના ત્રાસને કારણે જીવન ટૂંકાવી લીધું હતું.

મૃતકના દીકરાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, રાંદેરના પીઆઈએ તેમના પિતાને અનેક વખત ધાક-ધમકી આપી હતી. આ મામલે લક્ષ્મણસિંહ બોડાણા (PI), રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા), હેતલ નટવર દેસાઈ (વેસુ), ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ), કનૈયાલાલ નરોલા (કતારગામ), કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા), વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય બોપાલા, કિરણસિંહ (રાઈટર) સામે ફરિયાદ નોંધાઇ છે.

 89 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર