હેડ ક્લાર્કના પેપર લીકની તપાસનો રેલો ખેડા પહોંચ્યો

માતરના પ્રાથમિક શિક્ષકની સંડોવણી, ચાલુ શાળાએ ઉઠાવી ગઇ પોલીસ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના પેપર લીકની તપાસનો રેલો ખેડા પહોંચ્યો છે. મળતી જાણકારી અનુસાર પેપર લીક કૌભાંડ મામલે માતરની શાળાના શિક્ષક કલ્પેશ પટેલને ચાલુ શાળાએ પોલીસ લઈ ગઈ હોવાની ચર્ચા છે. સાથે જ માતર પ્રાથમિક શાળાના આ શિક્ષક મૂળ પ્રાંતિજ તાલુકા હોવાનું પણ સામે આવ્યું છે. ગઈકાલે સાંજે ચાલુ શાળાએ પોલીસ સિવિલ ડ્રેસમાં આવીને શિક્ષકને લઈ ગયા હતા. જો કે જિલ્લા શિક્ષણ વિભાગ, પોલીસ કે સ્થાનિક પ્રશાસન પાસેથી આ વિશે સત્તાવાર કોઈ જ સમર્થન મળ્યુ નથી. શંકાના આધારે શિક્ષકને પોલીસે લઈ ગઈ હોવાની ચર્ચા છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે લેવાયા છે. આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરતા 23 લાખ રકમ મળી આવી. આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી