ખંડણીની રકમ આતંકવાદ ફંડીગ નથી – સુપ્રીમ કોર્ટ

NIA દ્વારા પકડાયેલા આરોપીને છોડી દેવા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં એવું ઠરાવ્યું છે કે, જે તે વિસ્તારમાં વેપાર ધંધો સરળતાથી ચાલે તે માટે ટેરર ગ્રુપને ખંડણી પેટે આપેલા પૈસા એ કાંઇ આતંકવાદને પોષવા આપેલું ફંડીગ નથી. કોર્ટે આ મામલામાં NIA દ્વારા ધરપકડ કરાયેલ વેપારી સુદેશ કેડિયાને જામીન પર મુકત કરવાનો આદેશ આપ્યો છે.

ઝારખંડમાંં કોલસાની હેરફેર સરળતાથી થયા તે માટે વેપારીઓ દ્વારા સીપીઆઇ (માઓવાદી)ના એક જૂથ તૃત્રિયા પ્રસ્તૃતિ કમિટીને ખંડણીરૂપે પૈસા આપ્યા હતા. NIA દ્વારા આ વેપારી સામે એવો આરોપ મુકવામાં આવ્યો કે આતંકવાદને પોષવા માટે સંગઠનને પૈસા આપી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલના સુનાવણી દરમિયાન ઠરાવ્યું કે અમુક વિસ્તારના વેપાર ધંધો વિના અવરોધે ચાલે તે માટે વેપારીઓ કે કંપનીઓ કોઇને ખંડણી આપે તો તેનો મતલબ એવો નથી. કે એ વેપારીએ આતંકવાદ માટે ફંડીગ કર્યું હોય અને તેની સામે એવો આરોપ મુકી ન શકાય કે તે પણ આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલો છે. નોંધનિય છે કે, આસામમાં ચાના બગીચા ઝારખંડમાં કોલસાના વેપાર માટે સ્થાનિક માથાભારે તત્વોને ખંડણી આપવી પડતી હોય છે. આ કેસમાં જે વેપારી ખંડણી આપી તે સંગઠન આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલો હોય તો પણ વેપારીએ તો પોતાનો વેપાર વિના અવરોધે ચાલે તે માટે પૈસા આપ્યા છે. નહીં કે આતંકી પ્રવૃતિઓ માટે….

 30 ,  1