અનંતનાગ વિસ્તારમાં ફરી થયો પથ્થમારો, ટ્રક ચાલકનું મોત

જમ્મુ કશ્મીરના અનંતનાગ વિસ્તારમાં ગઇકાલ રવિવારે એક ટ્રકને ભારતીય લશ્કરની ટ્રક સમજીને એના પર પથ્થરમારો કરાયો હતો. જેને પગલે ટ્રક ચાલક નૂરમુહમ્મદ ડારને ગંભીર ઇજા થઇ હતી અને પાછળથી એ મરણ પામ્યો હતો એમ પોલીસે કહ્યું હતું.

બીજબેહરા પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. પોલીસે પથ્થર મારનારાને ઓળખીને તેની ધરપકડ કર્યા બાદ સામે ગુનો દાખલ કર્યો હતો. મરનાર નૂરમુહમ્મદ બીજબેહરા નજીકના જરાદીપુરા ઉરાનહાલનો રહેવાસી હતો. એને ઇજા થતાં તરત પ્રાથમિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયો હતો. એની ઇજા ગંભીર હોવાથી ડૉક્ટરોએ એને સૈયદ શકીલ અહમદ શેર-એ-કશ્મીર ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝમાં મોકલ્યો હતો. ત્યાંના ડૉક્ટરોએ એને મરેલો જાહેર કર્યો હતો.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી